Sun Apr 19 2026

Logo

અજિત અગરકરનો કાર્યકાળ લંબાવવામાં આવશે? BCCI સુર્યા અંગે પણ લઇ શકે છે મોટો નિર્ણય

1 hour ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર અજિત અગરકરનો કાર્ય કાલ જૂન 2026 માં સમાપ્ત થવાનો છે, એવામાં બોર્ડ ઓફ ક્રિકેટ કટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) એ તેમનો કાર્યકાળ લંબાવવા જઈ રહ્યું છે. અહેવાલ મુજબ અગરકરનો કરાર જૂન 2027 સુધી લંબાવવામાં આવશે. 

નોંધનીય છે, અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન  ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026, એમ ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી છે. તેમના કાર્યકાળ દરમિયાન ભારત ODI વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં પણ પહોંચ્યું હતું. વર્ષ 2027 માં ફરી ODI વર્લ્ડ કપ યોજવાનો છે, ત્યારે BCCI કોઈ મોટો ફેરફાર કરવા નથી ઇચ્છતું.

BCCIના એક અધિકારીએ જણાવ્યું, "અગરકરના કાર્યકાળ દરમિયાન, ટીમમાં કોઈ મુશ્કેલી વગર ટ્રાન્ઝીશન થયું અને હિંમતવાન નિર્ણયો લેવામાં નિર્ભય હતા. બોર્ડને લાગ્યું કે તેમણે વધુ સમય સેવામાં રાખવા જોઈએ. BCCIના અધિકારીઓ IPL મેચોઓ દરમિયાન તેમને અપડેટ કરવા માટે તેમની સાથે વાત કરશે.

સુર્યાનું ફોર્મ ચિંતાનો વિષય:
સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026માં ભરતીય ટીમ વિજયી બની, તેના  ખરાબ બેટિંગ ફોર્મને જોતાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 દરમિયાન સૂર્ય કુમાર ટીમમાં હશે કે નહીં એ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.

જૂન-જુલાઈમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસ પર જવાની છે, આં પ્રવાસ મહત્વનો રહેશે, આ પ્રવાસ દરમિયાન સુર્યાની કેપ્ટનશીપ કરતાં વધુ તેની બેટિંગ પર નજર રાખવામાં આવશે.