Tue May 26 2026

Logo

પાકિસ્તાનના લાહોરમાં ઇસ્લામપુરાનું નામ કૃષ્ણ નગર કરવાની જાહેરાત રદ, જાણો કારણ

lahore   1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

I Associated Press Of Pakistan


લાહોર: પાકિસ્તાનના લાહોરમાં  શેરી અને ચોકના નામ બદલવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની લોકોએ પ્રશંસા પણ કરી હતી. પરંતુ લાહોર વહીવટીતંત્ર કટ્ટરપંથીઓના દબાણમાં આવતા જાહેરાત રદ કરી છે. જેના પગલે હવે લાહોરમા કોઇ પણ નામ બદલવામાં નહિ આવે. 

 બાબરી મસ્જિદ ચોકનું નામ બદલીને 'જૈન મંદિર ચોક' કરવાની જાહેરાત કરી હતી

આ પૂર્વે લાહોર વહીવટીતંત્રે  ઇસ્લામપુરા વિસ્તાર ફરી એકવાર 'કૃષ્ણ નગર' તરીકે બદલવાની,  બાબરી મસ્જિદ ચોકનું નામ બદલીને 'જૈન મંદિર ચોક' કરવાની જાહેરાત કરી હતી. તેમજ સુન્નત નગરને 'સંત નગર' તરીકે અને મુસ્તફાબાદને 'ધર્મપુરા' નામ પાછું આપવાનું જણાવ્યું હતું. 

ઐતિહાસિક નામો પુનઃસ્થાપિત કરવાની તેની યોજનાને પડતી મૂકી

આ અંગે લાહોરના મંગળવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની પંજાબ સરકારે લાહોરના રસ્તાઓ અને વિવિધ શેરીઓના મૂળ ઐતિહાસિક નામો પુનઃસ્થાપિત કરવાની તેની યોજનાને પડતી મૂકી છે. કટ્ટરપંથી તત્વો દ્વારા સંભવિત વિરોધને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝના કાર્યાલયે જાહેરાત કરી હતી 

લાહોર હેરિટેજ એરિયાઝ રિવાઇવલ (LAHR)એ તેની તાજેતરની બેઠક દરમિયાન લાહોરની અંદર અને તેની આસપાસની શેરીઓ અને ગલીઓના મૂળ ઐતિહાસિક નામોને પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. આ બેઠકની અધ્યક્ષતા PML-Nના પ્રમુખ અને પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે સંયુક્ત રીતે કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં મીડિયાને આ નિર્ણયની માહિતી આપી હતી.