Tue May 26 2026

Logo

અમેરિકામાં વહીવટીતંત્રમાં ફેરફારોની શરૂઆત, ડેપ્યુટી સિક્યુરિટી એડવાઇઝર બદલાયા

Washington DC   1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેમજ ઈરાનના આક્રમક જવાબથી અમેરિકાને આંચકો લાગ્યો છે.  જોકે, આ દરમિયાન અમેરિકાએ વહીવટીતંત્રમાં ફેરફારોની શરૂઆત કરી છે. જેમાં ટ્રમ્પ વહીવટીતંત્રે રોબર્ટ ગેબ્રિયલ જુનિયરને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર પદ પરથી દૂર કર્યા છે. તેમજ માર્કો રુબિયોના નજીકના સહાયક માઈક નીધમને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બનાવવામાં આવ્યા છે. 

આ પૂર્વે ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડ રાજીનામું આપ્યું 

અમેરિકામાં વહીવટી ફેરફારો  પર નજર કરીએ તો આ પૂર્વે ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. ગેબાર્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઈરાન સાથેના સંઘર્ષને સંભાળવાની ટીકા કરતા હતા.

વિદેશ મંત્રી માર્કો રુબિયોને  રિપોર્ટિંગ કરશે

આ ઉપરાંત  માઇક નીધમની નિમણૂક એવા સમયે થઈ છે. જ્યારે અમેરિકા વેનેઝુએલા, ક્યુબા અને ઈરાન સાથે સંકળાયેલા સંઘર્ષોમાં ફસાયેલું છે. નીધમ ટ્રમ્પને સુરક્ષા બાબતો પર સલાહ આપશે. વિદેશ મંત્રી માર્કો રુબિયોને તે રિપોર્ટિંગ કરશે. જેમની પાસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો છે.

સુરક્ષા મુદ્દાઓ પર અમેરિકાને  ફટકો  પડ્યો

એક સમયે ગેબ્રિયલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ અધિકારી માનવામાં આવતા હતા. જોકે  તાજેતરના દિવસોમાં સુરક્ષા મુદ્દાઓ પર અમેરિકાને જે ફટકો પડ્યો છે તેનાથી તેમની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા થયા છે. ત્યારબાદ ગેબ્રિયલએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

ચાર ટોચના અમેરિકન સુરક્ષા અધિકારીઓને હાંકી કાઢવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, 26  એપ્રિલથી 26  મે સુધી  ચાર ટોચના અમેરિકન સુરક્ષા અધિકારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. ગેબ્રિયલ અને ગેબાર્ડ ઉપરાંત  યુ.એસ. નેવી સેક્રેટરી જોન ફેલેન અને યુ.એસ. આર્મી ચીફ ઓફ સ્ટાફ રેન્ડી જ્યોર્જને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ બધા  અધિકારીઓ એક યા બીજી રીતે ઈરાન સાથેના યુદ્ધ  સાથે જોડાયેલા હતા.