Tue May 26 2026

Logo

ઈરાનમાં 87 દિવસ બાદ ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાની તૈયારી, ડિજિટલ બ્લેકઆઉટથી મળશે મોટી રાહત

Tehran   1 hour ago
Author: mumbai samachar team
Article Image

તેહરાનઃ ઈરાન સરકારે લાંબા સમયથી યથાવત રહેલા ઈન્ટરનેટ પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ઈરાન સરકારના પ્રવક્તા ફાતિમેહ મોહજેરાનીએ મંગળવારે આ વિષય પર એક મહત્ત્વનું એલાન કર્યું હતું. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ દૂર કરવા માટે જરૂરી આદેશ આપી દીધા છે.  મોહજેરાનીએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ પ્રતિબંધની સમીક્ષા માટે તૈયાર કરવામાં આવેલી વિશેષ સાયબરસ્પેસ ટાસ્ક ફોર્સે સોમવારે એક બેઠક યોજી હતી, જેમાં ઈન્ટરનેટ સર્વિસ ફરીથી શરૂ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર સંકલન અને સમીક્ષા બાદ રાષ્ટ્રપતિએ આ મામલે સંચાર મંત્રાલયને આદેશ આપ્યા હતા. 

મૌલિક અધિકારો નાગરિકોને પરત મળશે
પ્રવક્તાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે,અમને એવી આશા છે કે, આવનારા કેટલાક દિવસોમાં અમને એક મૌલિક અધિકાર પરત મળશે. નાગરિકોને આ મૌલિક અધિકાર પરત આપવામાં સફળતા મળશે. સરકાર ઈન્ટરનેટ પર પ્રતિબંધ સાથે જોડાયેલા મુદ્દા, કેટલીક ચિંતા અને પ્રતિબંધ દૂર કરવા માટે ગંભીર પગલાં લઈ રહી છે. પ્રતિબંધ દૂર કરવા માટે યોગ્ય પગલાં પણ લેવાઈ રહ્યા છે. આ નિર્ણયને લઈને રાષ્ટ્રપતિ પણ સહમત થયા છે. નેટબ્લોક્સના એક રિપોર્ટ અનુસાર ઈરાનમાં છેલ્લા 87 દિવસથી વધુના સમયથી ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું, જેને ડિજિટલ બ્લેકઆઉટ નામ આપવામાં આવ્યું હતું. આ પ્રતિબંધ ઈઝરાયલઅને અમેરિકી સૈન્ય અભિયાન હેતું લગાવવામાં આવ્યું હતું. આ કારણે સામાન્ય નાગરિક સુધી પહોંચતી માહિતી અટકી ગઈ હતી. વૈશ્વિક ધોરણે જાહેર થતી સૂચના પ્રસારણ સર્વિસ પણ નાગરિકો સુધી પહોંચતા પહેલા જ ખોરવાઈ ગઈ હતી. 

હુમલા દરમિયાન સંપૂર્ણપણે બંધ રહ્યું ઈન્ટરનેટ
ગત 8 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયું હતું. વર્ષોમાં હેલી વાર આટલા કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં આંશિક છૂટછાટ આપવામાં આવી હતી પણ 28 ફેબ્રુઆરીના રોજ હુમલાઓ શરૂ થતા ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. ડિજિટલ બ્લેકઆઉટ અંતર્ગત નાગરિકો કોઈ પ્રકારને ઈન્ટરનેટ વાપરી શકતા ન હતા. આ માહોલ વચ્ચે મંગળવારે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈએ એશિયા તથા અખાતી દેશના પ્રાંત માટે અમેરિકી સૈન્યને લઈને એલર્ટ આપ્યું હતું.આ રાષ્ટ્ર અને ભૂમિ જ્યારે અમેરિકી ઠેકાણામાં બેહરીન, કુવૈત, ઈરાક, સંયુક્ત આરબ અમીરાત અને કતર સહિત ઓછામાં ઓછા 19 લોકેશન પર નેટવર્કનું ઑપરેટિંગ થતું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ઈરાનમાં સરકારી ચેનલ સક્રિય રહ્યા બાદ હુમલા દરમિયાન સંપૂર્ણપણે ઈન્ટરનેટ સેવા બંધ રહી હતી.વૈશ્વિક સ્તરે ઈરાનના આ નિર્ણયની નોંધ લેવાઈ રહી છે.ઘણા રાષ્ટ્ર આને એક પોઝિટિવ ડેવલપમેન્ટ માની રહ્યા છે