Sun Apr 19 2026

Logo

મસ્સાજોગની ચૂંટણીમાં સરપંચ દેશમુખની વિધવા અને તેમના અગાઉના પ્રતિસ્પર્ધી વચ્ચે સીધો મુકાબલો

23 hours ago
Author: Vipul Vaidya
Article Image

બીડ: બીડ જિલ્લામાં મસ્સાજોગના સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ હવે ચૂંટણી માર્યા ગયેલા સરપંચ સંતોષ દેશમુખની વિધવા અને અગાઉની ચૂંટણી ફક્ત નવ મતોથી હારી ગયેલા વ્યક્તિ વચ્ચે સીધી લડાઈ જોવા મળશે. 

સંજીવની દેશમુખ, પંજાબ દેશમુખ અને કરુણા દેશમુખે શુક્રવારે પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા, શુક્રવારે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જેના કારણે સંતોષ દેશમુખની પત્ની અશ્ર્વિની અને સ્વરૂપાનંદ દેશમુખ ચૂંટણીમાં બાકી રહ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

સ્વરૂપાનંદ દેશમુખ અગાઉની એટલે કે 2017ની ચૂંટણીમાં સંતોષ દેશમુખ સામે માત્ર નવ મતોથી હારી ગયા હતા, એવી માહિતી તેમણે આપી હતી. મતદાન 28 એપ્રિલે થશે, જ્યારે પરિણામો બીજા દિવસે જાહેર કરવામાં આવશે.

ડિસેમ્બર 2024માં પ્રદેશમાં પવનચક્કી પ્રોજેક્ટ ચલાવતી નવીનીકરણીય ઉર્જા કંપની પર ખંડણીના પ્રયાસને નિષ્ફળ બનાવવાના પ્રયાસ બદલ સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેમના ત્રાસના વીડિયો સામે આવતા રાષ્ટ્રીય આક્રોશ વચ્ચે, પોલીસે મુખ્ય આરોપી વાલ્મિક કરાડ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી, જે એનસીપીના વિધાનસભ્ય ધનંજય મુંડેના નજીકના સાથી હતા, અને તેમને વિપક્ષના દબાણને કારણે પ્રધાન પદ છોડવું પડ્યું હતું.