Sat Apr 25 2026

Logo

આજનું રાશિફળ (25-04-26): ર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ અને શનિદેવની કૃપા, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી ઉઠશે...

18 hours ago
Author: Darshana Visaria
Article Image

મેષ:

આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે અન્ય દિવસની સરખામણીએ વધારે સારો રહેશે.  આજના દિવસે તમારે ઘરના વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. મિલકત સંબંધિત વિવાદોમાં સમાધાન આવી શકે છે, પરંતુ ઉતાવળમાં કોઈ દસ્તાવેજ પર સહી ન કરવી. કાર્યક્ષેત્રમાં કામનો બોજ વધશે, જેના કારણે માનસિક તણાવ અનુભવી શકો છો. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે, તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સાંજનો સમય મિત્રો સાથે વિતાવવાથી મન હળવું થશે. શનિદેવને તેલ અર્પણ કરવું શુભ રહેશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

વૃષભ: 

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકો માટે સારો રહેશે. સામાજિક ક્ષેત્રે તમારી સક્રિયતા વધશે અને નવા લોકો સાથે મુલાકાત થશે. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલા જૂના વિવાદોનો અંત આવશે અને સંબંધોમાં મધુરતા આવશે. વ્યવસાયમાં નવા ઓર્ડર મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે. નાની મુસાફરીના યોગ છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે. ભાગ્યનો સાથ મળવાથી આત્મવિશ્વાસ વધશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે અને વાત લગ્ન સુધી પહોંચશે. 

મિથુન: 

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. અણધારી જગ્યાએથી ધનલાભ થવાની શક્યતા છે, જેનાથી જૂના દેવામાંથી મુક્તિ મળશે. પારિવારિક વાતાવરણ ખુશખુશાલ રહેશે અને કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. મધુર વાણીને કારણે તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિને તમારા પક્ષમાં કરી લેશો. ખાણી-પીણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે, નહીંતર પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. રોકાણ માટે દિવસ ઉત્તમ છે. ઘર, પ્રોપર્ટી વગેરે ખરીદવાની તમારી ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. 

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારી રીતે પસાર કરશો. કોઈ પણ કામની યોજના બનાવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. તમારી જ રાશિમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી માનસિક રીતે તમે ખૂબ જ મજબૂત અનુભવશો. નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ અત્યંત શુભ છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે અને કોઈ મોટું પદ મળી શકે છે. જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. અટકેલા કામો પૂરા થવાથી માનસિક શાંતિ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે, પરંતુ આંખની સંભાળ લેવી જરૂરી છે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. 

સિંહ: 

સિંગ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પથી એક સમારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજના દિવસે તમારે બિનજરૂરી ખર્ચ પર લગામ કસવી પડશે, નહીંતર બજેટ ખોરવાઈ શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર આવી શકે છે. કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી અને કોર્ટ-કચેરીના કામમાં વિલંબ થઈ શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે અને દાન-પુણ્યમાં સમય વિતાવશો. આંખોમાં તકલીફ કે અનિદ્રાની સમસ્યા સતાવી શકે છે. કાર્યસ્થળ પર કોઈ સાથે વાદ-વિવાદમાં ન પડવું હિતાવહ છે. હરવા ફરવા દકમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પણ તમારે કએ માહિતી કોઈ સાથે શેર કરતાં પહેલાં વિચારવું પડશે. 

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે તમને એક કરતાં વધારે સ્રોતમાંથી આવક થઈ રહી છે, જેને કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી મજબૂત બનશે. મિત્રો અને મોટા ભાઈ-બહેનોનો સહયોગ મળવાથી તમારા લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ પૂરા થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને સંબંધો લગ્ન સુધી પહોંચી શકે છે. સંતાનો તરફથી કોઈ સુખદ સમાચાર મળવાથી પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. મિત્રો સાથે આજે તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

તુલા:

તુલા રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ સાવધાની અને સતર્કતા સાથે આગળ વધવાનો રહેશે. નોકરી કરી રહેલાં જાતકોની લીડરશિપ ક્વોલિટીમાં પ્રશંસા થશે અને પ્રમોશન મળવાના યોગ છે. નવા વ્યવસાયની યોજના બનાવી રહ્યા હોવ તો વડીલોની સલાહ લેવી ફાયદાકારક રહેશે. પિતા સાથેના સંબંધોમાં સુધારો આવશે અને તેમના સહયોગથી કોઈ મોટી મુશ્કેલી હલ થશે. નોકરીમાં તમારી મહેનતનું ફળ મળવાની પૂરી શક્યતા છે. સામાજિક સ્તરે તમારું કદ વધશે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે, પરંતુ કામની વ્યસ્તતાને કારણે થાક અનુભવી શકો છો. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો, પણ તમારે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાથી આજના દિવસે તમારા અટકેલા કામો અચાનક પૂરા થશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે છે, જે માનસિક શાંતિ અને નવી ઉર્જા આપશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે. પિતાના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરવી, સફળતા ચોક્કસ મળશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનસાથી તમારા માટે સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

ધન:

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય બાબતે બેદરકારી રાખવી ભારે પડી શકે છે, ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. અચાનક કોઈ સમસ્યા આવી શકે છે, પરંતુ ધીરજથી કામ લેવું. આર્થિક લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખવું અને અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો. જોકે, સંશોધન કે ગુપ્ત વિદ્યા સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો જણાશે અને પરિવાર સાથે સમય વિતાવવાથી મન હળવું થશે. કોઈની વાત સાંભળીને આજે તમારે કોઈ પણ જગ્યાએ પૈસા રોકવાથી બચવું જોઈએ. 

મકર:

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક દ્રષ્ટિએ સામાન્ય રહેશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે અને તમારી વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. વ્યાપારમાં નવી ભાગીદારી શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. જાહેર જીવનમાં તમારી છબી સુધરશે અને લોકો તમારી સલાહ લેશે. પ્રેમ જીવનમાં રોમાંચક પળો આવશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ દેખાદેખીમાં ખર્ચ કરવાનું ટાળવું. શનિદેવની પૂજા કરવાથી તમારા માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એની એ માગણી ચોક્કસ પૂરી કરશો. કુટુંબમાં કોઈ વાદ-વિવાદની પરિસ્થિતિ જોવા મળશે. 

કુંભ: 

આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે અન્ય દિવસની સરખામણીએ વધારે સારો રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતા આપનારો છે. શત્રુઓ પરાસ્ત થશે અને કાર્યસ્થળ પર તમારી જીત થશે. જૂની બીમારીઓમાંથી રાહત મળવાની શક્યતા છે. મામા પક્ષ તરફથી કોઈ મદદ કે સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં સહકર્મીઓનો સાથ મળશે, જેનાથી અઘરા કામો પણ સરળતાથી પૂરા થશે. લોન કે દેવું ચૂકવવામાં તમે સફળ રહેશો. સાવધાની તરીકે વિરોધીઓ પર નજર રાખવી જરૂરી છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે. 

મીન:

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે રચનાત્મક અને સર્જનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે. સંતાનોના શિક્ષણ કે પ્રગતિને લગતી ચિંતાઓ દૂર થશે અને તેમના તરફથી ખુશી મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને જૂના મિત્રો સાથે યાદગાર મુલાકાત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. શેરબજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું હિતાવહ છે. માનસિક રીતે સકારાત્મક રહેશો. વાહન ચલાવતી વખતે આજે તમારે ખાસ કાળજી રાખવી પડશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશો.