Thu Apr 23 2026

Logo

ડાયમંડ સિટી સુરતના રસ્તા પર દોડી 'ભૂતિયા સાઈકલ', જાણો હકીકત?

2 hours ago
Author: Vimal Prajapati
Article Image

સુરતઃ ડાયમંડ સિટી સુરતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરતના રસ્તા પર એક સાઇકલ ચાલી રહી છે, જેને લોકો ભૂતિયા સાઇકલ પણ કહીં રહ્યાં છે. આ સાઇકલને કોઈ ચાલક નથી, માત્ર પગથી આ સાઇકલ ચાલી રહી છે. આ સાઇકલ ડ્રાઈવર વિના કેવી રીતે ચાલી શકે? આખરે શા માટે લોકોને ભૂતિયા સાઇકલ કહી રહ્યાં છે? આ ખરેખર ભૂતિયા સાઇકલ છે કે, પછી સાયન્સની કોઈ કમાલ! ચાલો વિગતે ચર્ચા કરીએ.

શિવમ મૌર્યે બનાવી આ સેલ્ફ ડ્રાઈવ સાઇકલ

મળતી વિગતો પ્રમાણે આ અનોખી શોધ બી.ટેકના વિદ્યાર્થી અને સોશિયલ મીડિયા ઇનોવેટર શિવમ મૌર્ય, જે 'ક્રિએટિવ સાયન્સ' તરીકે પ્રખ્યાત છે, તે બંને લોકોએ સાથે મળીને આ સાઇકલ બનાવી છે. આ બંને મિત્રોએ ત્રણ મહિનામાં આ સાઇકલ તૈયાર કરી છે. આ સાઇકલ એઆઈ દ્વારા કામ કરે છે અને તેને એવી રીતે બનાવવામાં આવી છે કે, જાણે તેને કોઈ વ્યક્તિ જ ચલાવી રહ્યો હોય! સાઇકલ સાથે માનવ પગ જેવું માળખું જોડાયેલું છે, જે ચાલે તો સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે ચાલે તેવું લાગે છે, જેના કારણે તેનો વીડિયો બનાવીને શેર કરી રહ્યાં છે. 

35,000ના ખર્ચે તૈયાર કરાઈ છે આ સાઇકલ

આ સાઇકલને બનાવવા માટે 35 હજારનો ખર્ચ થયો છે. આ સાયકલ પર એટલું જોરદાર કામ કરવામાં આવ્યું છે કે, તે રસ્તા પર એકદમ સંતુલિત રીતે ચાલે છે અને કોઈ પણ વ્યક્તિના સહારા વિના જ ચાલે છે. આ સાયકલને ત્રણ અલગ અલગ રીતે સ્માર્ટફોન એપ, રિમોટ કંટ્રોલ અને ત્રીજું એક ઓટોમેટિક મોડ છે, જેમાં રૂટ કોડ કરીને સાયકલને સંપૂર્ણપણે સ્વ-ડ્રાઇવિંગ મોડમાં ચલાવી શકાય છે.

આધુનિક સાઇકલને લોકો માને છે ભૂતિયા સાઇકલ

સાઇકલની વાત કરવામાં આવે તો, તેમાં એક બેટરી, કંટ્રોલર, રાસ્પબેરી પાઈ અને બીજા પણ અન્ય નાના મોટી ઉપકરણો સેટ કરવામાં આવ્યાં છે. જે આ સાઇકલની સિસ્ટમને નિયંત્રિત કરે છે. જૂની સાઇકલનો ઉપયોગ કરીને આ નવી આધુનિક સાઇકલ તૈયાર કરવામાં આવી છે. આ બંને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, સાઇકલની સંતુલન પ્રણાલી પર ખાસ સંશોધન કરવામાં આવ્યું છે.

શિવમ મૌર્ય ડિજિટલ દુનિયામાં નામ જાણીતું છે

શિવમ મૌર્ય ડિજિટલ દુનિયામાં એક જાણીતું નામ છે. તેની યુટ્યુબ ચેનલ, 'ક્રિએટિવ સાયન્સ'માં બે મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ પહેલા તેમણે ડ્રાઇવરલેસ 'ગરુડ એઆઈ બાઇક' બનાવવા માટે પણ હેડલાઇન્સ બનાવી હતી. શિવમ મૌર્યએ સમજાવ્યું કે, જ્યારે આ સાઇકલ રસ્તા પર ચાલી રહી હતી ત્યારે લોકો તેને ‘ભૂતિયા સાઇકલ’ કહેવા લાગ્યા હતાં. લોકો માનતા હતા કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ચલાવી રહી છે, પરંતુ વાસ્તવમાં, તે સંપૂર્ણપણે સ્વ-ડ્રાઇવિંગ ટેકનોલોજી પર આધારિત છે.