Mon Apr 27 2026

Logo

આજનું રાશિફળ (27-04-26): આજે સોમવારે ભોળાનાથની કૃપાથી આ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

11 hours ago
Author: Darshana Visaria
Article Image

 

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનો છે. આજે નોકરીમાં નવી તકો મળવાની સંભાવના છે, પરંતુ સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો. આર્થિક લાભ માટે કરેલા પ્રયત્નો સફળ રહેશે, જોકે બિનજરૂરી ખર્ચ બજેટ ખોરવી શકે છે. પરિવારના સભ્યો સાથે મતભેદ થવાની શક્યતા છે, તેથી વાણી પર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને આંખ કે માથાના દુખાવાની તકલીફ થઈ શકે છે. સાંજનો સમય મનોરંજનમાં પસાર થશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છેઃ 

વૃષભ: 
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. વ્યવસાયિક દ્રષ્ટિએ આજનો દિવસ પ્રગતિકારક રહેશે અને કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. જમીન કે મકાનના દસ્તાવેજી કામોમાં સફળતા મળશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થવાની શક્યતા છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારી સલાહ લેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને જીવનસાથીનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવાની જરૂર છે. સંતાન તરફથી આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. 

મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. આજના દિવસે માનસિક ઉત્સાહ જળવાઈ રહેશે અને અધૂરા કાર્યો પૂરા થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો આવશે અને તેમની મદદથી મોટો ફાયદો થઈ શકે છે. ટૂંકા પ્રવાસના યોગ છે જે તમારા માટે આનંદદાયક રહેશે. વ્યવસાયમાં નવા રોકાણ માટે દિવસ અનુકૂળ છે, પરંતુ અનુભવીની સલાહ લેવી. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. ગણેશજીને લાલ ફૂલ અર્પણ કરવાથી અડચણો દૂર થશે.

કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પડકારજનક રહેવાનો છે. આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી, નાણાકીય લેવડદેવડમાં છેતરાવવાની શક્યતા છે. પરિવારમાં વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહી શકે છે, ધીરજથી કામ લેવું. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન લેવાથી મુશ્કેલીઓનો ઉકેલ આવશે. વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટની સમસ્યા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

સિંહ
સિંહ રાશિના જાતકો માટે ચંદ્ર તમારી રાશિમાં હોવાથી આત્મવિશ્વાસ અને તેજમાં વધારો થશે. તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે અને કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે. સંતાન પક્ષ તરફથી પ્રગતિકારક સમાચાર મળી શકે છે. માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો અને સ્વાસ્થ્ય સારું રહેશે. સૂર્યદેવને અર્ઘ્ય આપવાથી ભાગ્યનો સાથ મળશે. જીવનસાથી સાથે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો પણ તમારે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. 

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે ખર્ચનું પ્રમાણ આવક કરતા વધી શકે છે, તેથી આર્થિક આયોજન કરી ચાલવું. મુસાફરી દરમિયાન સામાનની સંભાળ રાખવી અને કિંમતી વસ્તુઓ પ્રત્યે સતર્ક રહેવું. કોર્ટ-કચેરીના મામલાઓમાં થોડો વિલંબ થઈ શકે છે. નોકરીમાં વિરોધીઓ સક્રિય રહેશે, પણ તમારી બુદ્ધિથી તેમને પરાસ્ત કરશો. અધ્યાત્મ તરફ રુચિ વધશે. રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. ગાયને લીલો ચારો ખવડાવવો ઉત્તમ રહેશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

તુલા: 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજના દિવસે તમારી આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને જૂના રોકાણમાંથી સારો નફો મળશે. મિત્રો સાથે મધુર સમય વિતાવશો અને તેમના સહયોગથી કોઈ અટકેલું કામ પૂરું થશે. પ્રેમ જીવનમાં ઉત્સાહ રહેશે અને પ્રિયપાત્ર સાથે સમય વિતાવશો. ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી થઈ શકે છે. સંતાનોના ભવિષ્ય અંગે કરેલા નિર્ણયો સચોટ ઠરશે. સમાજમાં માન-સન્માન વધશે. માતાના સ્વાસ્થ્યને લઈને આજે તમને થોડી ચિંતા સતાવી શકે છે. પૈસા બચાવવામાં તમને સફળતા મળી રહી છે. 

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. વેપારમાં વૃદ્ધિ થશે અને નવી ભાગીદારી માટે સમય સાનુકૂળ છે. પિતા સાથેના સંબંધો મજબૂત બનશે અને મિલકતના મામલા ઉકેલાશે. શાસન-પ્રશાસન તરફથી અપેક્ષિત મદદ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક થાક અનુભવી શકો છો. ઘરના વડીલોની સેવા કરવી. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કાર્યમાં સફળતા મળશે. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે. 

ધન: 
આજનો દિવસ ધન રાશિના જાતકો માટે એક પછી એક લાભની તક લઈને આવી રહ્યો છે. આજે ધાર્મિક અને માંગલિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. ભાગ્યનો સિતારો ચમકશે અને લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાના માર્ગો ખુલશે. વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ફાયદાકારક રહેશે. ભાગીદારો સાથે મધુર સંબંધ રહેશે. સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું, હાડકા કે સાંધામાં દુખાવો થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો, પણ તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે. 

મકર: 
મકર રાશિના જાતકોએ આજે પોતાની વાણી અને વર્તન બંને પર સંયમ રાખવો પડશે અને કોઈ પણ વાદ-વિવાદથી દૂર રહેવું. અચાનક સ્વાસ્થ્ય બગડી શકે છે, તેથી ખોરાકમાં સાવધાની રાખવી. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી. આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો કપરો રહી શકે છે, ઉધાર આપવાનું ટાળવું. ગુપ્ત શત્રુઓ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આધ્યાત્મિક વાંચનથી મનને શાંતિ મળશે. શનિ ચાલીસાના પાઠ કરવા અને તલનું દાન કરવું શુભ રહેશે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. 

કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. વેપાર અને વ્યવસાયમાં પ્રગતિના યોગ છે, નવી યોજનાઓ અમલમાં મૂકવાથી લાભ થશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવશો અને જૂની ગેરસમજ દૂર થશે. સંતાનોના લગ્ન માટેના પ્રયત્નો સફળ થઈ શકે છે. આકર્ષક વ્યક્તિત્વને કારણે સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. આવક જળવાઈ રહેશે અને જૂની ઉઘરાણી પતવાની શક્યતા છે. ત્વચા સંબંધિત તકલીફ થઈ શકે છે. આજે કોઈ જગ્યાએ પૈસા રોક્યા હશે તો આજે એમાંથી સારું વળતર મળી શકે છે. 

મીન:
મીન રાશિના જાતકો આજે ખૂબ જ સરળતાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશે અને કાયદાકીય બાબતોમાં તમારી જીત થશે. નોકરીમાં કરેલી મહેનતની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓ તમારા પર વિશ્વાસ મૂકશે. જૂના રોગોમાંથી મુક્તિ મળી શકે છે. લોન માટે કરેલી અરજી મંજૂર થઈ શકે છે. સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. નાણાકીય બચત કરવામાં સફળ રહેશો. ભોલેનાથને બિલીપત્ર અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. આજે ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી શકે છે.