મુંબઈઃ મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (MCA) દ્વારા વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં એક સ્ટૅન્ડને રવિ શાસ્ત્રી (Ravi Shastri)નું નામ આપવામાં આવ્યું છે અને ગુરુવારે એ સ્ટૅન્ડની નામકરણ વિધિ યોજાશે. સ્ટેડિયમના ત્રણ ગેટને ત્રણ મહાન ખેલાડીઓ દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર તેમ જ ડાયેના એદલજીના નામ મળ્યા છે અને એની પણ નામકરણ વિધિ કરવામાં આવશે.
આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એમસીએ પ્રમુખ અજિંક્ય નાઇક તેમ જ ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર્સ, હોદ્દેદારો તેમ જ ક્રિકેટરોના સમુદાયના અન્યો ઉપસ્થિત રહેશે.
પ્રેસ બૉક્સની નીચે લેવલ-1 સ્ટૅન્ડને ભૂતપૂર્વ ભારતીય સુકાની તથા કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીનું નામ મળશે. ગેટ નંબર 3, 5 અને 6ને અનુક્રમે સરદેસાઈ, એદલજી, સોલકરના નામ અપાશે.
અજિંક્ય નાઇકે કહ્યું હતું કે `અમે આ આઇકૉનિક ખેલાડીઓની વિરાસતને વાનખેડેમાં સેલિબે્રટ કરવાની સાથે ભાવિ પેઢીના ખેલાડીઓને આવા જ મૂલ્યો જાળવીને મહાન બનવા માટે પ્રેરણા આપવા માગીએ છીએ.'