મુંબઈઃ સોનામાં રોકાણને સૌથી સેફ રોકાણ માનવામાં આવે છે. ભારતમાં મોટાભાગના રોકાણકારો સોનાને રોકાણ તરીકેની પ્રાથમિકતા આપે છે. હજું પણ ઘણા રોકાણકારો છે જે સોનામાં રોકાણ કરીને નિશ્ચિત સમયમાં મોટું વળતર મેળવી લે છે. ફિઝિકલ ગોલ્ડ જેમ કે, જ્વેલરી, સિક્કા અથવા અન્ય વસ્તુ પર રોકાણકારો રોકાણ કરીને મોટું વળતર મેળવવા માટે માર્કેટના ચડાવ-ઊતાર પર નજર રાખતા હોય છે. આ પાછળનું કારણ માત્ર પ્રવાહ સાથે જવું એ નથી પણ સોના પર વર્ષોનો ભરોસો પણ ફિઝિકલ ગોલ્ડને સૌથી ખાસ બનાવે છે.
સોનાએ સૌરૂ રિટર્ન આપ્યું
રીટર્નની વાત કરીએ તો સોનામાં રોકાણ સામે રીટર્ન વધારે અને સારૂ મળે છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસો.ના રિપોર્ટ અનુસાર છેલ્લા 15 વર્ષમાં સોનામાં રોકાણ સામે 9થી 10 ટકાનું સારૂ એવું રીટર્ન મળ્યું છે. જ્યારે એક દાયકામાં તો 12 ટકા રીટર્ન પ્રાપ્ત થયું છે. આ કારણ લોકો સોનાને રોકાણ માટેની પ્રાથમિકતા વધારે આપી રહ્યા છે. ફિઝિકલ ગોલ્ડની સાથે ગોલ્ડ ઈટીએફ પણ સારો વિકલ્પ હોય છે. ફિઝિકલ ગોલ્ડ ખરીદતી વખતે રોકાણ કરનારાઓએ મેકિંગ ચાર્જ સહિત અન્ય કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે.
મેકિંગ ચાર્જ વધી જાય
ઘણી જ્વેલરી જ એવી હોય છે જેના પર મેકિંગ ચાર્જ 25 ટકા સુધી પહોંચી જાય છે. ઘણીવાર આવા સોનાની સુરક્ષા અને શુદ્ધતા પણ પડકાર ઊભો કરે છે. આવું સોનું જ્યારે સંપૂર્ણ રીતે વેચી દેવામાં આવે ત્યારે પૂરી કિંમત તો નથી મળતી પણ નુકસાની સામે અન્ય વસ્તુઓ પણ ઓછી મળે છે. ઉદાહરણ તરીકે જ્યારે સોનાના એક સેટમાં ચેઈન અને ઈયર રિંગને વેચવાના હોય તો સામે એનાથી ઓછી કિંમતના સોનાને પસંદ કરવુ પડે. આવા સમયે કોઈ કસ્ટમાઈઝનો વિકલ્પ નથી હોતો.
ફંડનો ઉપયોગ માર્કેટમાં
રોકાણકારો માટે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરવું સરળ હોય છે, વર્ષ 2007માં શરૂ થયેલા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડે સોનામાં રોકાણની રીતને ઘણી સરળ અને પ્રાપ્ય કરી દીધી. આમાં થાય છે કે એવું કે, આમાં જે ફંડ છે એ શેર માર્કેટમાં ટ્રેડ થાય છે. જેથી આવું સોનું વેચવું અને ખરીદવું બન્ને સરળ બની રહે છે. લાંબા ગાળાનું રોકાણ હોય તો ગોલ્ડ ઈટીફ ફિઝિકલ ગોલ્ડ જેટલું જ રીટર્ન આપે છે. ફંડ મેનેજમેન્ટ અને માર્કેટના કેટલાક પ્લસ માઈનસને કારણે રીટર્ન ઓછું થઈ શકે છે પણ સંપૂર્ણ ઝીરો કે કંઈ મળે જ નહીં એવું નથી હોતું.
ગોલ્ડ શા માટે બેસ્ટ ઓપ્શન?
આ રિટર્નની ટકાવારી સામાન્ય રીતે 0.3થી 1 ટકા સુધીની હોય છે. લાંબા સમય સુધી રોકાણ કરવાનું હોય તો ગોલ્ડમાં ગોલ્ડ ઈટીએફ બેસ્ટ વિકલ્પ બની રહે છે. રોકાણ સરળતાથી થાય છે અને પારદર્શક રીતે એના પર વૉચ રાખી શકાય છે. ફિઝિકલ ગોલ્ડની તુલનામાં આના રિટર્નમાં ખાસ કોઈ અંતર વધારે નથી. લાંબા ગાળે કોઈને ગિફ્ટમાં ગોલ્ડ આપવાનો પ્લાન હોય તો ગોલ્ડમાં રોકાણ એક બેસ્ટ ઓપ્શન બની રહે છે. આનાથી માત્ર રોકાણના દમ પર સોનામાં વસ્તુ ખરીદી શકાય છે.