Fri Apr 17 2026

Logo

સિંગર જુબિન નૌટિયાલે ગુપચુપ રીતે કરી લીધા લગ્ન, નામ-તસવીર પર સસ્પેન્સ યથાવત

19 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ પોતાના પહાડી અવાજને કારણે જાણીતા થયેલા જુબિન નૌટિયાલે ગુપ્ત રીતે પોતાના ગમતા પાત્ર સાથે ફેરા ફરી લીધા છે. આ લગ્ન પ્રસંગની તસવીર સામે આવી છે. જેમાં એક સિક્રેટ સેરેમની યોજાઈ હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં જુબિન લગ્નની વિધિ કરતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર જુબિને ઉત્તરાખંડમાં પોતાના પિતૃક ગામની પોતાની બાળપણની મિત્ર સાથે પ્રભુતામાં પગલાં પાડી દીધા છે. આનો એક વિડિયો સામે આવતા જ ફેન્સ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 

સિક્રેટ રાખી આખી ઈવેન્ટ

ઉત્તરાખંડમાં સમગ્ર લગ્નનું આયોજન સિક્રેટ રાખીને જુબિને બાળપણની મિત્રને જીવનસાથી બનાવી છે. આ લગ્નમાં જુબિના કેટલાક જૂજ મિત્રો, સંબંધીઓ અને પરિવારના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે આ ઈવેન્ટમાં સામેલ થયા છે. કોઈ મોટો તામજામ કે શૉઓફ વગર સાદગીથી વિવાહ કરીને જુબિને સંસાર શરુ કર્યો છે. જુબિન અને પત્નીની તસવીર પણ સામે આવી છે જેમાં જુબિન ખૂબ ખુશ દેખાય છે અને સ્માઈલ કરી રહ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે, બાળપણની આ મિત્ર સાથે જુબિન ઘણો લાંબો સમય રીલેશનશીપમાં રહ્યા હતા. એ સમયની કોઈ તસવીર જુબીને કોઈ સોશિયલ મીડિયા પર શેર કરી નથી. 

જુબિન ક્યારે શેર કરશે આ વાત

પાપારાઝી એકાઉન્ટ વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર કરીને આ અંગે અપડેટ આપી હતી.આ તસવીર સામે આવતા જ ફેન્સ એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એટલું જ નહીં દંપતિના ઉજ્જવળ ભાવિ માટે પ્રાર્થના પણ કરી હતી. ફેન્સને હવે એમની પત્ની કોણ છે અને કેવી દેખાઈ રહી છે એનો ઈતેંઝાર છે. ફેન્સ આ અંગે કોઈ અપડેટ મળે એની રાહ જોઈને બેઠા છે. હજુ સુધી જુબિને કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી કે એમની પત્ની કોણ છે અને એનું નામ શું છે. આ લવસ્ટોરી ક્યારે શરૂ થઈ હતી એવી કોઈ વિગત શેર કરી નથી. જોવાનું એ રહે છે કે, જુબિન પોતાના ફેન્સ સાથે આ ગૂડ ન્યૂઝ ક્યારે અને કેવી રીતે શેર કરે છે.  જુબિને અનેક મ્યુઝિક આલ્બમ લૉંચ કરેલા છે અને બોલિવૂડના ફિલ્મોમાં આવતી ગીતને પણ પોતાનો કંઠ આપ્યો છે.