અક્ષય કુમાર હાલમાં પોતાની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને ચર્ચામાં છે, જે 17મી એપ્રિલ 2026ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. કોવિડ-19 પછી અક્ષયની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે, પરંતુ શું તમે જાણો છો કે 27 વર્ષ પહેલા રિલીઝ થયેલી એક ફિલ્મે અક્ષયને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો હતો? આ ફિલ્મે તેના બજેટ કરતા 344 ટકા વધુ કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો. ચાલો તમને આજે આ સ્ટોરીમાં ફિલ્મ વિશે જણાવીએ...
વર્ષ 1999માં રિલીઝ થયેલી ફિલ્મ 'જાનવર' અક્ષય કુમારના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી જ અક્ષયની ગણતરી બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાં થવા લાગી હતી. આ ફિલ્મ 24મી ડિસેમ્બર, 1999ના રીલિઝ થઈ હતી. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરિશ્મા કપૂર અને શિલ્પા શેટ્ટી હતા.
રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા મુજબ આ ફિલ્મ માત્ર 4.5 કરોડ રૂપિયાના નજીવા બજેટમાં બની હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 15.48 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ફિલ્મે તેના બજેટ કરતા 344 ટકા વધુ કમાણી કરી હતી. જો ચોખ્ખા નફાની વાત કરીએ તો આ ફિલ્મના મેકર્સને 244 ટકાનો સીધો બમ્પર પ્રોફિટ થયો હતો.
સુનીલ દર્શનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ પ્રેક્ષકોએ અક્ષયના અભિનયને ખૂબ જ પસંદ કર્યો હતો. આ ફિલ્મે સાબિત કર્યું હતું કે અક્ષય માત્ર એક્શન હીરો જ નહીં પણ એક શ્રેષ્ઠ કલાકાર પણ છે.
વાત કરીએ અક્ષય કુમારના અપકમિંગ પ્રોજેક્ટની તો અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલા 17મી એપ્રિલના રીલિઝ થવા જઈ રહી છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. ભૂત બંગલા સિવાય અક્ષય કુમાર પાસે હૈવાન, વેલકમ ટુ ધ જંગલ જેવી ફિલ્મો પણ છે.