Fri Apr 17 2026

Logo

સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનથી હોબાળો, માફીની માંગ

1 hour ago
Author: Chandrakant Kanojia
Article Image

નવી દિલ્હી : લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવેદને રાજકીય વિવાદ સર્જ્યો છે. જેના પગલે સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયો હતો.તેમજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ તેવી માંગ પણ કરી હતી. 

ગૃહમાં હોબાળો અને સૂત્રોચ્ચાર શરૂ થયા

લોકસભામાં મહિલા અનામત  સહિતના સીમાંકન સંબંધિત ત્રણ સુધારેલા બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. હતા. જેની સત્તાધારી પક્ષના સાંસદોએ રાહુલની ટિપ્પણી સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. તેમજ  ગૃહમાં હોબાળો અને સૂત્રોચ્ચાર શરૂ થયા હતા.

સાચી તાકાત અંધારામાં રહેલી છે 

જેમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે, મને ગાર્ડનની  વાર્તા સંભળાવવા દો. મારી દાદીએ મને એક વાર કહ્યું હતું, 'સાંભળ રાહુલ, હું ઇચ્છું છું કે તું અંધારામાં જોવાનું શીખ. સાચી તાકાત અંધારામાં રહેલી છે.' આ એક ઉત્તમ રાજકીય પાઠ છે. વાસ્તવિક શક્તિ પડછાયામાં કાર્ય કરે છે. તે ખુલ્લેઆમ પ્રગટ નથી થતી. હું આનો ઉલ્લેખ એટલા માટે કરું છું કારણ કે દરેક વ્યક્તિ આપણા 'જાદુગર' અને એક ચોક્કસ ઉદ્યોગપતિ વચ્ચેની ભાગીદારીથી વાકેફ છે.

ઓપરેશન સિંદૂર'અને  નોટબંધી પાછળનો જાદુગર ખુલ્લો પડી ગયો

રાહુલ ગાંધીના આ નિવેદને લોકસભામાં હંગામો કરી દીધો હતો. તેમજ  કહ્યું કે હું વડાપ્રધાનનું નામ નથી લઇ રહ્યો. તેમજ આ ભાગીદાર મજબૂત છે તેમજ તે છુપાયેલો છે. જાદુગરની સમગ્ર વાર્તામાં શકિત છુપાયેલી છે. ભાજપ જાણે છે કે આ બિલ પસાર થઈ શકતું નથી.પરંતુ તેમણે ચૂંટણીના માહોલને બદલવા માટે મહિલા અનામત બિલનો આશરો લીધો છે. સત્ય એ છે કે જાદુગર પકડાઈ ગયો છે. ઓપરેશન સિંદૂર' અને  નોટબંધી પાછળનો જાદુગર ખુલ્લો પડી ગયો છે.

રાજનાથ સિંહે  વડાપ્રધાન અને દેશનું અપમાન ગણાવ્યું 

રાહુલ ગાંધીના આ નિવેદનને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે  વડાપ્રધાન અને દેશનું  અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવી ભાષાનો ઉપયોગ અયોગ્ય છે અને તેની સખત નિંદા થવી જોઈએ. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ વાંધો ઉઠાવ્યો ને ભારપૂર્વક જણાવ્યું કે જવાબદાર પદ ધરાવતા નેતાએ આવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન દેશના ચૂંટાયેલા નેતા છે અને તેમના પ્રત્યે આદર જાળવવો જરૂરી છે.