અમદાવાદઃ આઈપીએલ 2026માં ગુજરાત ટાઈટન્સની શરૂઆત હાર સાથે થઈ છે. પંજાબ કિંગ્સે અત્યંત રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 162 રન કર્યા હતા. જેના જવાબમાં પંજાબે 19.1 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 165 રન બનાવી મેચ જીતી લીધી હતી. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઈટન્સનું હોમગ્રાઉન્ડ છે. અહીં રમાનારી ગુજરાત ટાઈટન્સની મેચ પર એક નજર.
ગુજરાત Vs રાજસ્થાન, 4 એપ્રિલ, શનિવાર
ગુજરાત Vs કોલકાતા, 17 એપ્રિલ, શુક્રવાર
ગુજરાત Vs મુંબઈ, 20 એપ્રિલ, સોમવાર
ગુજરાત Vs ચેન્નઈ, 26 એપ્રિલ, રવિવાર
ગુજરાત Vs બેંગુલુરુ, 30 એપ્રિલ, ગુરુવાર
ગુજરાત Vs પંજાબ, 3 મે, રવિવાર
ગુજરાત Vs હૈદરાબાદ, 12 મે, મંગળવાર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયત
63 એકરના કેમ્પસમાં ઘેરાયેલા આ આખા સ્ટેડિયમને બનાવવા માટે કુલ 800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમાં 4 ડ્રેસિંગ રૂમ છે અને આ સ્ટેડિયમમાં હોકી અને ફૂટબોલ મેદાન પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય બોક્સિંગ, બેડમિન્ટન અને ટેનિસ માટે પણ અલગ-અલગ કોર્ટ બનાવવામાં આવી છે. આ સ્ટેડિયમમાં ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં 11માંથી 6 પીચો બનાવવા માટે કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની 5 પીચો બનાવવા માટે લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમમાં મુખ્ય મેદાન સિવાય બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે. આ બંને પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં 9-9 મલ્ટિપલ પિચ બનાવવામાં આવી છે જેમાં 5 પીચો લાલ માટીમાંથી અને 4 પિચો કાળી માટીમાંથી બનાવવામાં આવી છે.