Tue May 26 2026

Logo

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો વડોદરા-ગોધરા પટ્ટો આજથી શરૂ થશે

6 days ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ  ઘણી પ્રતીક્ષા બાદ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-ગોધરા સેક્શનનું 20 મેના રોજ સત્તાવાર ઉદ્ઘાટન થશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના વડોદરા-વિરાર સેક્શનના પેકેજ 29, 30 અને 31નો સમાવેશ કરતો આ પટ્ટો 13 એપ્રિલથી  ટ્રાયલ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

બુધવારે સત્તાવાર ઉદ્ઘાટન સાથે ઔપચારિક કામગીરીની સંપૂર્ણ શરૂઆત થશે. એક્સપ્રેસવેએ મધ્ય ગુજરાતના બે શહેરો વચ્ચે મુસાફરીનો સમય લગભગ 45 મિનિટ સુધી ઘટાડી દીધો છે, જે હજારો દૈનિક મુસાફરો માટે હાઇ-સ્પીડ લિંકનો વિકલ્પ પૂરો પાડે છે. 

ટ્રાયલ તબક્કા દરમિયાન, ક્રેન સેવાઓ અને એમ્બ્યુલન્સ સપોર્ટ જેવી આવશ્યક કટોકટી સુવિધાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ નહોતી. હવે સત્તાવાર લોન્ચની સાથે આ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

આ ૧,૩૮૬ કિલોમીટરનો એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડશે.