બોક્સ ઓફિસ પર જ્યારે પણ આ વર્ષની સૌથી મોટી ફિલ્મોની ચર્ચા થાય છે, ત્યારે લોકોના મગજમાં બોલિવૂડની 'ધુરંધર ટુ', સાઉથની 'વાઝા ટુ' અથવા હોલીવુડની કરોડોના બજેટ વાળી 'માઈકલ' જેવી ફિલ્મોના નામ સૌથી પહેલાં આવે છે. પરંતુ, આ બધા મોટા ધુરંધરો અને સુપરસ્ટાર્સની વચ્ચે એક એવી નાનકડી ફિલ્મે બાજી મારી લીધી છે, જે કમાણી અને નફાના મામલામાં 'ધુરંધર ટુ' ની પણ બાપ સાબિત થઈ છે.
એક સનસનાટીભર્યા અહેવાલમાં કરવામં આવેલા દાવા અનુસાર માત્ર રૂપિયા સાત કરોડ રૂપિયાના મામૂલી બજેટમાં બનાવવામાં આવેલી આ હોલીવુડ ફિલ્મે બોક્સ ઓફિસ પર એટલું દમદાર પ્રદર્શન કર્યું છે કે તેના બજેટ કરતાં 100 ગણી એટલે કે 10,000 ટકાથી વધુનો બમ્પર નફો કમાવ્યો છે.
વર્ષ 2026માં હોલીવુડમાં 'માઈકલ', 'પ્રોજેક્ટ હેલ મેરી' અને 'દ સુપર મારિયો ગેલેક્સી' જેવી અનેક મહત્ત્વની ફિલ્મો રિલીઝ થઈ છે. જોકે, આ તમામ મોટી ફિલ્મોએ ભેગા મળીને દુનિયાભરમાં 2.5 અબજ ડોલરથી વધુનો બિઝનેસ કર્યો છે. પરંતુ જ્યારે સૌથી વધુ નફો કમાવવાની વાત આવી, ત્યારે આ કરોડોના બજેટવાળી ફિલ્મો ફેઈલ ગઈ અને બાજી મારી ગઈ માત્ર સાત કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ તેના બજેટ કરતાં અનેક ગળો વધારે નફો કમાવ્યો છે અને આ હોરર ફિલ્મનું ટાઈટલ છે ઓબ્સેસન.

રિપોર્ટ અનુસાર, આ હોરર ફિલ્મનું નિર્માણ માત્ર 7,50,000 ડોલર એટલે કે આશરે સાત કરોડ રૂપિયાના અત્યંત ઓછા બજેટમાં કરવામાં આવ્યું હતું. 15મી મે 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 80 મિલિયન ડોલર એટલે કે આશરે 750 કરોડ રૂપિયાથી વધુની ક્રેઝી કમાણી કરી લીધી છે. આ હિસાબે ફિલ્મે પોતાના બજેટ કરતાં 100 ગણી વધુ કમાણી કરીને 10,000 ટકાથી વધુનો નફો મેળવ્યો છે, જે ફિલ્મોના ઈતિહાસમાં એક રેકોર્ડ છે.
બીજી તરફ, આ વર્ષની સૌથી મોટી હોલીવુડ ફિલ્મ ગણાતી 'માઈકલ' એ અત્યાર સુધીમાં 788 મિલિયન ડોલરની કમાણી કરી છે, જે તેના જંગી બજેટ કરતાં માત્ર પાંચ ગણી જ વધારે છે. જ્યારે વૈજ્ઞાનિક કથા પર આધારિત 'પ્રોજેક્ટ હેલ મેરી' એ 675 મિલિયન ડોલર કમાઈ છે, જે તેના બજેટ કરતાં માત્ર ત્રણ ગણી જ વધારે છે. આ સરખામણી જોતાં 'ઓબ્સેસન' ફિલ્મ બિઝનેસના મામલામાં માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ છે.
વાત કરીએ ફિલ્મ ઓબ્સેશનની ખાસિયત શું છે એ વિશે તો આ સુપર-ડુપર હિટ હોરર ફિલ્મનું ડિરેક્શન પ્રખ્યાત ડાયરેક્ટર કરી બાર્કર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાણીતા કલાકાર માઈકલ જોનસ્ટને મુખ્ય અને દમદાર રોલ પ્લે કર્યો છે.
થિયેટરોમાં રિલીઝ થતાં પહેલાં આ ફિલ્મનું પ્રીમિયર પ્રતિષ્ઠિત 'ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં કરવામાં આવ્યું હતું, જ્યાં ક્રિટિક્સ દ્વારા તેને ખૂબ જ આઉટસ્ટેન્ડિંગ રેટિંગ્સ મળ્યા હતા. 15મી મેના રોજ રિલીઝ થયા બાદ આ ફિલ્મની કમાણીનો ગ્રાફ દર અઠવાડિયે ઘટવાને બદલે સતત વધી રહ્યો છે.