Mon May 25 2026

Logo

58 વર્ષ પછી પણ આ ગીત સાંભળીને આંખો કેમ ભરાઈ આવે છે? જાણો રાગ શિવરંજની અને મોહમ્મદ રફીની જુગલબંધીનો કમાલ...

1 hour ago
Author: Darshana Visaria
Article Image

iconic singer Mohammed Rafi


હિન્દી ફિલ્મોના ગોલ્ડન એરામાં એવી ઘણી ફિલ્મો અને ગીતો આવ્યા, જેમણે સંગીત જગતમાં ઇતિહાસ રચી દીધો. દાયકાઓ વીતી ગયા પછી પણ આ ગીતોનો ક્રેઝ આજે પણ અકબંધ છે. એક ખાસ રિપોર્ટ્સ અનુસાર, સંગીતના ચાહકો આજે પણ જ્યારે દિલના દર્દને વ્યક્ત કરવા માંગે છે, ત્યારે તેમના હોઠે મોહમ્મદ રફીનું એ 58 વર્ષ જૂનું ઓલ-ટાઇમ હિટ સેડ સોન્ગ આવી જ જાય છે, જે આજે પણ યુવાનોના પ્લેલિસ્ટમાં ટોચ પર છે...

આજકાલના મ્યુઝિક લવર્સ અવારનવાર ફરિયાદ કરતા હોય છે કે હવે પહેલાં જેવા ગીતો કે મેલોડી બનતી નથી. જુના જમાનામાં સંગીતકારો શાસ્ત્રીય રાગોનો એટલો અદભુત ઉપયોગ કરતા કે ગીત સીધું સાંભળનારના દિલને સ્પર્શી જતું. આવું જ એક અમર ગીત છે 'દિલ કે ઝરોખે મેં તુઝકો બિઠાકર...

1968માં રીલિઝ થયેલી એક્ટર શમ્મી કપૂર અને એક્ટ્રેસ રાજશ્રી પર ફિલ્માવાયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'બ્રહ્મચારી'નું આ સુપરહિટ સેડ સોન્ગ છે. આ ગીતના શબ્દો એટલા દર્દભર્યા છે કે આજે પણ કોઈ તૂટેલા દિલનો આશિક આ ગીત સાંભળે તો તેની આંખોમાંથી આંસુ વહી જાય છે. આ ગીતની ધૂન અને સંગીત હિન્દી સિનેમાની દિગ્ગજ જોડી શંકર-જયકિશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ ગીતની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 'રાગ શિવરંજની'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

સંગીત શાસ્ત્ર મુજબ, રાગ શિવરંજની પ્રેમમાં વિરહ, જુદાઈ અને અતિશય કરુણ ભાવ પેદા કરવા માટે જાણીતો છે. આ ગીતમાં ફાસ્ટ ટેમ્પો (ઝડપી ધૂન) હોવા છતાં, મોહમ્મદ રફી સાહેબે પોતાના અવાજમાં એટલો દર્દ અને ભાવ રેડ્યો છે કે આ ગીત હંમેશા માટે અમર થઈ ગયું.

જ્યારે ગીતના શૂટિંગ દરમિયાન શમ્મી કપૂર પોતાના આંસુ ન રોકી શક્યા!
આ ગીત સાથે જોડાયેલો એક અત્યંત રસપ્રદ કિસ્સો છે. એવું કહેવાય છે કે જ્યારે આ ગીત શમ્મી કપૂરને ઓફર થયું, ત્યારે શરૂઆતમાં તેમણે આ ગીત કરવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. પરંતુ જ્યારે ગીતનું શૂટિંગ સેટ પર શરૂ થયું અને મોહમ્મદ રફીના અવાજમાં આ ગીત સેટ પર વાગ્યું, ત્યારે શમ્મી કપૂર ગીતના ભાવમાં એટલા ડૂબી ગયા કે પર્ફોર્મન્સ કરતી વખતે તેમની આંખોમાંથી સાચે જ આંસુ નીકળી ગયા હતા અને તેઓ પોતાનું દિલ રોતા રોકી શક્યા નહોતા.