Fri Apr 17 2026

Logo
IPL 2026:

IPL 2026ની શરૂઆત પહેલા જ થયા આ વિવાદ, એક ગુજરાતી છે પણ લિસ્ટમાં

1 month ago
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલ 2026ની 19મી સીઝનની શરૂઆત 28 માર્ચથી થશે. ટુર્નામેન્ટની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેના મુકાબલાથી થશે. આ મેચ 28 માર્ચે એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આમ તો આઈપીએલ દમિયાન કોઈને કોઈ વિવાદ થતાં હોય છે પરંતુ આ વર્ષે આઈપીએલ 2026ની શરૂઆત પહેલા જ કેટલાક વિવાદ શરૂ થઈ ગયા છે. જેમાં ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ પણ સામેલ છે.

સીએસકે સામે મદ્રાસ હાઈ કોર્ટમાં અરજી

સીએસકે પર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કન્ટેન્ટને પ્રમોટ કરવા જેલર, જેલર 2 અને કુલી જેવી ફિલ્મોના ગીતો, ડાયોલગ્સ અને બેકગ્રાઉન્ડ ટ્રેક્સના ઉપયોગનો આરોપ છે. આ મહિનાની શરૂઆતમાં સીએસકેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આઈપીએલ 2026 માટે નવી જર્સીનો વીડિયો જાહેર કર્યો હતો. અરજીકર્તાના આરોપ મુજબ રજનીકાંતની ફિલ્મોમાં ઓડિયો ટ્રેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને થોડીવારમાં હટાવી લેવામાં આવ્યો હતો અને ફરીથી શેર કરાયો હતો.

કાવ્યા મારનને પાકિસ્તાની ખેલાડી ખરીદવો મોંઘો પડ્યો

આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન થોડા દિવસથી ચર્ચામાં છે. તાજેતરમાં ઈંગ્લેન્ડની જાણીતી ક્રિકેટ લીગ ધ હન્ડ્રેડ માટે ખેલાડીઓની હરાજી થઈ હતી. જેમાં કાવ્યા મારને પાકિસ્તાની લેગ સ્પિનર અબ્રાર અહમદને ટીમમાં સામેલ કરવા કરોડોની બોલી લગાવી હતી. પાકિસ્તાની ખેલાડીને ખરીદવાથી કાવ્યા મારનને મોટું નુકસાન પણ થયું છે. સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેમજ તેના વિવિધ પ્લેટફોર્મ પર ફોલોઅર્સની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે.

હાર્દિક પંડ્યાને સ્ટેડિયમમાં રોમાન્સ ભારે પડ્યો

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલની જીત બાદ સેલિબ્રેશન દરમ્યાન ખભા પર રાષ્ટ્રધ્વજ ઓઢીને ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે રૉમેન્ટિક મૂડમાં જોવા મળ્યો હતો. તેના આ વર્તન બદલ હાર્દિક વિરુદ્ધ  પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અરજીકર્તાએ કહ્યું,  ભારતીય ટીમના વિજય પછીના સેલિબ્રેશનને લઈને જે વીડિયો બહાર આવ્યા હતા એમાંના એક વીડિયોમાં હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ સાથે જીતનું જશન માણી રહ્યો હતો ત્યારે હાર્દિકે રાષ્ટ્રધ્વજની ગરિમાને નુકસાન પહોંચાડનારું વર્તન કર્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે `તિરંગો દેશની શાન છે તેમ જ સન્માનનું પ્રતીક છે. તિરંગો સાથે રાખીને આવું વર્તન કરવું કરોડો ભારતીયોની ભાવનાને હાનિ પહોંચાડવા સમાન કહેવાય. આ સમગ્ર કિસ્સામાં હાર્દિક સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ.