Wed Apr 22 2026

Logo

અમદાવાદમાં હાઈફાઈ ચોરીઃ ચોર કારની ચોરી કરવા કારમાં આવ્યા

3 hours ago
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં ચોરીનો કિસ્સો બન્યો હતો, જેણે ચર્ચા જગાવી હતી. અહીં એક કારની ચોરી થઈ હતી, પરંતુ નવાઈની વાત તો એ કે આ ચોરી કરવા ચોર પોતે કાર લઈને આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ હતી તે  પ્રમાણે ચોર કારનું એન્જિન ચાલુ ન કરતા તેને ધક્કો મારીને સોસાયટીને બહાર કાઢવામાં આવી હતી. 

અહીં રહેતા પ્રશાંત નામના રહેવાસીએ બે વર્ષ પહેલા સેકન્ડ હેન્ડ કાર લીધી હતી. કાર ઘરની બહાર પાર્ક હતી. 20મી તારીખે સવારે તેઓ બહાર જવા નીકળ્યા ત્યારે કાર દેખાઈ નહીં. કારમાં અન્ય મહત્વના દસ્તાવેજો પણ પડ્યા હોવાથી તેઓ વધારે ચિંતામાં મૂકાઈ ગયા હતા. 
પ્રશાંતે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ચેક કર્યા ત્યારે તેમાં જણાઈ રહ્યું છે કે કાર લઈને આવેલા ચોરોએ બુકાની બાંધી હતી. એકે કારનું લોક તોડ્યું, પરંતુ પછી તેને સ્ટાર્ટ કરવાને બદલે ધક્કો મારી લઈ ગયા હતા. કોઈપણ અવાજ વિના શાંતિથી સોસાયટીની બહાર કાર કાઢવામાં આવી હતી. 

પોલીસ ચોરને શોધવા તજવીજ હાથ ધરી છે.