Tue May 26 2026

Logo

103 વર્ષની ઉંમરે પણ મજબૂત હાડકાં, ચશ્મા વગર જોતા આ દાદાજીએ રીવિલ કર્યું લાંબી ઉંમરનું સિક્રેટ, તમે પણ જાણી લો...

21 hours ago
Author: Darshana Visaria
Article Image

103 વર્ષની જૈફ ઉંમરે પણ લાકડીના ટેકા વગર ચાલવું, આંખો પર ચશ્મા ન હોવા અને યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ... આ કોઈ ચમત્કાર નથી પરંતુ પરફેક્ટ લાઈફસ્ટાઈલ અને ડિસ્પ્લિન ડાયેટનું પરિણામ છે. સોશિયલ મીડિયા યુઝર્સે પોતાના 103 વર્ષના દાદાની ફિટ એન્ડ ફાઈન ફિટનેસ પાછળનું સિક્રેટ રીવિલ કર્યું છે, જેને આધુનિક મેડિકલ સાયન્સ પણ બેસ્ટ માને છે. ચાલો જોઈએ શું છે આ સિક્રેટ... 

અત્યારના સપ્લિમેન્ટ્સ અને પ્રોટીન શેકથી હેલ્થ બનાવવાના સમયમાં જ્યાં 30થી 40 વર્ષની ઉંમરે લોકો ડાયાબિટીસ, બીપી અને સાંધાના દુખાવાથી પરેશાન થઈ જાય છે, ત્યારે 103 વર્ષના આ દાદા આજે પણ એકદમ હેલ્ધી જીવન જીવી રહ્યા છે. તેમના આ લાંબા અને રોગમુક્ત આયુષ્ય પાછળ મુખ્યત્વે આ ત્રણ મોટી આદતો જવાબદાર છે. આ દાદાજીના પૌત્રે સોશિયલ મીડિયા પર તેમની પરફેક્ટ હેલ્ધી લાઈફસ્ટાઈલનું સિક્રેટ રીવિલ કર્યું છે. 

સવારની શરૂઆત પલાળેલી મેથીના દાણાથીઃ 

દાદાએ જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાય દાયકાઓથી નિયમિતપણે રોજ સવારે ખાલી પેટે પલાળેલી મેથી અને તેનું પાણી પીવે છે. આયુર્વેદ અને વિજ્ઞાન બંને માને છે કે મેથીના દાણા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટેનો રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે, જેના લીધે હાર્ટએટેકનું જોખમ પણ નહિવત થઈ જાય છે. મેથીમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો સાંધાના દુખાવા અને વા થવા દેતા નથી, આ જ કારણ છે કે 103 વર્ષની ઉંમરે પણ દાદાના હાડકાં લોખંડ જેવા મજબૂત છે.

સાદું, પૌષ્ટિક સાઉથ ઈન્ડિયન ડાયેટ 

દાદાના લાંબા આયુષ્યનું બીજું સૌથી મોટું રહસ્ય તેમનો ખોરાક છે. તેઓ બહારનું જંક ફૂડ કે વધુ પડતું તેલ-મસાલા વાળું ભોજન ક્યારેય નથી ખાતા. તેમના રોજિંદા આહારમાં પારંપરિક દક્ષિણ ભારતીય ભોજન સામેલ હોય છે. 

ઈડલી, ઢોસા અને સાંભાર: ફર્મેન્ટેડ (આથો લાવેલા) ચોખા અને અડદની દાળમાંથી બનતી ઈડલી પાચન માટે હલકી અને પ્રોટીનથી ભરપૂર હોય છે. સાંભારમાં વપરાતા શાકભાજી અને મસાલા (હળદર, હિંગ, કઢીપત્તો) શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત રાખે છે.

રાઈસ અને કઢી/છાશ: તેઓ લંચમાં હળવો ખોરાક લેવાનું પસંદ કરે છે જે આંતરડાને હેલ્ધી રાખે છે.

શારીરિક સક્રિયતા અને પ્રકૃતિ સાથે જોડાણ

ટેકનોલોજીના આ યુગમાં જ્યાં લોકો આખો દિવસ ખુરશી પર બેસી રહે છે, ત્યાં 103 વર્ષના દાદા આજે પણ પોતાના નાના-મોટા કામો જાતે જ કરે છે. તેઓ રોજ નિયમિત વૉકિંગ કરે છે અને પૂરતી ઊંઘ લે છે. તેમના મતે, માનસિક શાંતિ અને તણાવમુક્ત રહેવું એ લાંબા આયુષ્યની સૌથી પહેલી શરત છે.