મથુરા : ઉત્તર પ્રદેશમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં મથુરાના કેસી ઘાટ પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી પોન્ટૂન પુલ સાથે અથડાઈ અને યમુના નદીમાં પલટી હતી. આ અકસ્માતમાં હોડીમાં સવાર આશરે 25 શ્રદ્ધાળુઓ યમુનાના પાણીમાં ડૂબી ગયા. જેમાં 10 લોકોના મોત થયા છે અને 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આ ઘટનામાં ત્રણ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા
આ દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી. જેની બાદ યમુના નદીમાંથી આશરે 15 શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બાકીના ગુમ થયેલા શ્રદ્ધાળુઓની શોધ હજુ પણ ચાલુ છે. જ્યારે આ ઘટનામાં 10 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.
અકસ્માત બાદ આસપાસ મોટી ભીડ એકત્ર
આ દુર્ઘટના બાદ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર સંયુક્ત રીતે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. આ અકસ્માત બાદ આસપાસ મોટી ભીડ એકત્ર થઈ હતી. જેના કારણે બચાવ કામગીરીમાં થોડી અડચણ ઉભી થઈ છે. વહીવટીતંત્રે લોકોને શાંત રહેવા અને બચાવ ટીમોને સહકાર આપવા અપીલ કરી છે. તેમજ હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.