Fri Apr 17 2026

Logo

*સોશિયલ મીડિયા પર 'ફેક પ્રોફાઇલ' વાપરતા લોકો સાવધાન! હવે પળવારમાં છતી થઈ જશે તમારી સાચી ઓળખ...*

1 hour ago
Author: Darshana Visaria
Article Image

આજના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જમાનામાં સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ છુપાવી રાખવી લગભગ અશક્ય બની ગઈ છે. જો તમે એવું વિચારતા હોવ કે ફેક આઈડી કે અલગ નામથી એકાઉન્ટ બનાવીને તમે સુરક્ષિત છો, તો તમારો આ ભ્રમ ટૂંક સમયમાં જ તોડે એવું સંશોધન સામે આવ્યું છે. આ સંશોધનમાં સામે આવેલી માહિતી ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે. 

એન્થ્રોપિક અને ઈટીએસ ઝ્યુરિચના રિસર્ચ મુજબ, એઆઈ મોડલ હવે એટલા પાવરફૂલ બની ગયા છે કે એ તમારી પોસ્ટ, રાઈટિંગ પેટર્ન અને ઓનલાઈન બિહેવિયર પરથી જ તમારી અસલી ઓળખ શોધી શકે છે. ચાલો જાણીએ શું છે આ નવી ટેક્નિક...  

આ નવી સ્ટડી સાબિત કરે છે કે એઆઈને કોઈ વ્યક્તિને ઓળખવા માટે તેના નામ કે ઈમેઈલ આઈડીની જરૂર નથી. તે યુઝર દ્વારા જનરેટ કરવામાં આવેલા કન્ટેન્ટના ઝીણવટભર્યા વિશ્લેષણ દ્વારા બે અલગ-અલગ પ્લેટફોર્મ પરના એકાઉન્ટ્સને એકબીજા સાથે જોડી શકે છે.

*એઆઈ સિસ્ટમ કેવી રીતે પકડે છે તમારી અસલી ઓળખ?*
*રાઈટિંગ સ્ટાઈલ અને શબ્દોની પસંદગી:* દરેક વ્યક્તિની લખવાની એક અનોખી પદ્ધતિ હોય છે. એઆઈ તમારી લેન્ગ્વેજ, ગ્રામર અને ખાસ પ્રકારના શબ્દોના ઉપયોગ પરથી તમારી ઓળખ પ્રસ્થાપિત કરે છે.
*ઝીણામાં ઝીણી ડિટેઈલ્સ:* તમારી પોસ્ટમાં જોવા મળતા લોકેશન હિન્ટ્સ, શિક્ષણ, શોખ અને વ્યવસાય સંબંધિત વાતોને એઆઈ પબ્લિકલી ઉપલબ્ધ ડેટા સાથે મેચ કરે છે.
*મલ્ટી-સ્ટેપ પ્રોસેસ:* સંશોધકોએ એક ઓટોમેટેડ સિસ્ટમ બનાવી છે જે Reddit અને LinkedIn જેવા પ્લેટફોર્મ્સ પરના એકાઉન્ટ્સને સચોટતાથી લિંક કરવામાં સફળ રહી છે.
*ડેટાની પ્રમાણ:* તમારી ઓનલાઈન પોસ્ટ જેટલી વધારે હશે, એઆઈ માટે તમારી ઓળખ સાબિત કરવી એટલી જ સરળ બની જશે.

*આ સ્ટડી શા માટે ચિંતાજનક છે?*
વાત કરીએ આ આ સ્ટડી શું કામ આટલી ચિંતાજનક છે એની તો પત્રકારો, એક્ટિવિસ્ટ્સ અને સંવેદનશીલ ક્ષેત્રમાં કામ કરતા લોકો જેઓ છુપાયેલા નામથી સોશિયલ મીડિયા વાપરે છે, તેમની સુરક્ષા જોખમાઈ શકે છે. રિસર્ચર્સનું માનવું છે કે સરકારો આ ટેકનોલોજીનો ઉપયોગ નાગરિકોની જાસૂસી કરવા માટે કરી શકે છે. હેકર્સ કોઈ યુઝરની ડિટેલ પ્રોફાઇલિંગ કરીને તેને વધુ ચોકસાઈથી ટાર્ગેટ કરી શકે છે.