Fri Apr 17 2026

Logo

શું તમે જાણો છો દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં પત્નીઓ ભાડે મળે છે? જાણો કયો છે આ દેશ...

Bangkok   2 days ago
Author: Darshana Visaria
Article Image

દુનિયાભરમાં થાઈલેન્ડ તેની નાઈટલાઈફ અને સુંદર બીચ માટે એકદમ જાણીતું છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ત્યાંની એક અનોખી અને વિવાદાસ્પદ પરંપરા ચર્ચાનો વિષય બની છે. આ પરંપરા વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. જી હા, થાઈલેન્ડના કેટલાક શહેરોમાં પ્રવાસીઓ માટે રેન્ટલ વાઈફ રાખવાનો ટ્રેન્ડ એક મોટા બિઝનેસમાં ફેરવાઈ ગયો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય પર્યટકો થાઈલેન્ડ ફરવાનું સૌથી વધારે પસંદ કરે છે. 

થાઈલેન્ડના પટાયા જેવા પર્યટન સ્થળોએ એકલતા અનુભવતા પ્રવાસીઓ માટે સાથ પૂરો પાડતી આ વ્યવસ્થા લાંબા સમયથી ચાલી રહી છે. આ કોઈ કાયદેસરના લગ્ન નથી, પરંતુ એક ખાનગી કરાર છે. વાત કરીએ કે કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ એની તો પર્યટકો અમુક કલાકો, દિવસો કે મહિનાઓ માટે મહિલા સાથીને પત્નીની જેમ સાથે રાખી શકે છે. આ દરમિયાન મહિલા પ્રવાસી સાથે ફરવા જવું, તેની કાળજી રાખવી અને સમય વિતાવવો જેવી જવાબદારીઓ નિભાવે છે.

આ ટ્રેન્ડના બીજા પાસા વિશે વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે આ વ્યવસ્થા કમાણીનું મુખ્ય સાધન બની ગઈ છે. પ્રવાસીઓ અને મહિલા વચ્ચે પરસ્પર સંમતિથી શરતો નક્કી કરવામાં આવે છે. 'Thai Taboo: The Rise of Wife Rental in Modern Society' નામના પુસ્તકમાં આ પરંપરા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે ઘણીવાર આ હંગામી સંબંધો કાયમી લગ્નમાં પણ પરિણમે છે.

થાઈલેન્ડમાં જોવા મળી રહેલાં આ અનોખા ટ્રેન્ડ રેન્ટલ વાઈફ માટે પર્યટકોએ કેટલી રકમ ચૂકવવી પડે છે એની વાત પણ કરી જ લઈએ. રેન્ટલ ઓન વાઈફ સિસ્ટમમાં કિંમત મહિલાની ઉંમર, સુંદરતા અને શિક્ષણ પર આધારિત હોય છે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા અનુસાર, આ રકમ અંદાજે 1600 ડોલરથી લઈને 1,16,000 ડોલર સુધી પણ હોઈ શકે છે.

ઈન્ટ્રેસ્ટિંગ વાત તો એ છે કે છેલ્લાં કેટલાક સમયના ટ્રાવેલ ટ્રેન્ડ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે ભારતીય પર્યટકોમાં થાઈલેન્ડ એકદમ હોટ ફેવરેટ વેકેશન ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. દર વર્ષે હજારો પર્યટકો થાઈલેન્ડ ફરવા માટે આવે છે. 

આપણા હિંદુ શાસ્ત્રોમાં પતિ-પત્નીના સંબંધોને દુનિયાના તમામ સંબંધોમાં પવિત્ર અને મજબૂત સંબંધનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કદાચ થાઈલેન્ડના આ રેન્ટલ વાઈફના કલ્ચર કે ટ્રેન્ડ વિશે જાણીને તમને ચોક્કસ જ આંચકો લાગી શકે છે. પરંતુ આ એક હકીકત છે કે થાઈલેન્ડ જેવા દેશમાં તમે પત્ની પણ તમારી પસંદગી પ્રમાણે ભાડે લઈ શકો છો...