અમદાવાદઃનરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે ન્યૂ ઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ જીત્યો હતો. મેચ બાદ ગુજરાતી ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્માને પત્ની ગણાવી હતી.
ભારત વિજેતા બનતાં જ ક્રિકેટર્સના પરિવારજનો મેદાન પર દોડી આવ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ તેની ગર્લફ્રેન્ડ માહિકાને કિસ કરી હતી. આ સમયે તેની બાજુમાં જાણીતો ટીવી પ્રેઝન્ટેટર પણ ઉભો હતો. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ ઈશાન કિશન સાથે ડાન્સ પણ કર્યો હતો.

શું કહ્યું હાર્દિકે
હાર્દિકે કહ્યું, જ્યારથી માહિકા મારી જિંદગીમાં આવી છે ત્યારથી જીત પર જીત મળી રહી છે. તેના આવ્યા બાદ બધું જ સારું થઈ રહ્યું છે. માહિકાના ગુણગાન ગાતા હાર્દિકે કહ્યું આ છે મારી મિસેજ. આમ કહીને તેણે માહિકા તરફ ઈશારો પણ કર્યો હતો.
ટી20 વર્લ્ડ કપમાં પંડ્યાનું પ્રદર્શન
ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં હાર્દિકે 4 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે 13 બોલમાં 18 રન બનાવ્યા હતા. તેણે આ ટુર્નામેન્ટની 9 મેચમાં 160.74ના સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા હતા અને 9 વિકેટ પણ ઝડપી હતી.
Hardik Pandya celebrating the T20 World Cup victory with his girlfriend Mahieka Sharma. pic.twitter.com/IhJGFFlvP6
— MuFFatLal Bohra (@arshdeep3444) March 8, 2026
હાર્દિક પંડ્યાનો શું છે પ્લાન
હાર્દિક પંડ્યાએ તેના આગળના લક્ષ્યાંકનો પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, આગામી 10 વર્ષ સુધી ક્રિકેટ રમીશ અને 5-6 ટ્રોફી જીતી લઈશે. બાર્બાડોઝમાં 2024નો ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ખુદને વાયદો કર્યો હતો કે જેટલી ટુર્નામેન્ટ જીતીશ તમામ ટ્રોફી જીતીશ. તેણે એમ પણ કહ્યું કે, હું માત્ર કહેવા ખાતર નથી કહેતો પણ વાત સાચી કરવા મહેનત પણ કરી રહ્યો છું.

હાર્દિક પંડ્યાની કરિયર
32 વર્ષીય હાર્દિક પંડ્યાએ 2016થી લઈ અત્યાર સુધીમાં 138 ટી 20 રમી છે. જેમાં 28 વખત નોટ આઉટ રહીને 2288 રન બનાવ્યા છે. જ્યારે 94 વન ડેમાં 1904 રન બનાવ્યા છે અને 11 ટેસ્ટમાં 532 રન બનાવ્યા છે. ટી 20 ઈન્ટરનેશનલમાં તેણે 114 વિકેટ, વન ડેમાં 91 અને ટેસ્ટમાં 17 વિકેટ ઝડપી છે.