Fri Apr 17 2026

Logo

શ્રીલંકાએ પણ ઓસ્ટ્રેલિયાને ચટાવી ધૂળ, ટી20 વર્લ્ડકપમાંથી બહાર થવાની અણી પર

2 months ago
Author: Mayur Patel
Article Image

કોલંબોઃ ટી20 વર્લ્ડકપ 2026માં આ વર્ષે ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. પહેલા  ઝિમ્બાબ્વે અને ગઈકાલે શ્રીલંકાએ હરાવતાં ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડકપમાંથી બહાર થવાની અણી પર પહોંચી ગયું છે. ગ્રુપ બીમાં શ્રીલંકા 3 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ અને +2.462 નેટ રન રેટ સાથે પ્રથમ, ઝિમ્બાબ્વે 2 મેચમા 2 જીત સાથે 4 પોઈન્ટ અને +1.984 નેટ રન રેટ સાથે બીજા ક્રમે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 3 મેચમાં 1 જીત, 2 હાર સાથે 2 પોઈન્ટ અને +0.414 નેટ રન રેટ સાથે ત્રીજા ક્રમે છે.

ઝિમ્બાબ્વેની હાર પર ઓસ્ટ્ર્લિયાનું ભવિષ્ય

શ્રીલંકા સામે 8 વિકેટથી હાર બાદ ઓસ્ટ્રેલિયાનો સુપર-8માં પહોંચવાનો માર્ગ વધુ કઠિન થયો છે. માર્શની આગેવાની હેઠળની ટીમ સતત બે મેચ હારી ચુકી છે. મંગળવારે ઝિમ્બાબ્વેનો સામનો આયર્લેન્ડ સામે થશે. જો ઝિમ્બાબ્વે આ મેચ જીતશે તો સુપર 8 માં પહોંચી જશે અને ઓસ્ટ્રેલિયાની સફર પૂરી થશે. જો ઝિમ્બાબ્વે હારે તો નેટ રન રેટના આધારે સુપર-8માં પહોંચવાની તક રહેશે. ઓસ્ટ્રેલિયાએ તેનો અંતિમ મુકાબલો ઓમાન સામે રમવાનો છે. 

મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ નિર્ધારીત 20 ઓવરમાં 181 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. 182 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી શ્રીલંકાની નબળી શરૂઆત થઈ હતી. 8 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ પથુમ નિસાંકાએ ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સદી ફટકારી હતી. કુસલ મેંડિસે 38 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. પવન રત્નાયકે પણ 28 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. શ્રીલંકાએ 182 રનનો ટાર્ગેટ 18 ઓવરમાં જ પાર પાડ્યો હતો.