Tue May 26 2026

Logo

NEET પછી વધુ એક પરીક્ષા વિવાદોના ઘેરામાં! બેઠક કરતા બમણા ઉમેદવારો પહોંચતા SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા રદ્દ

1 hour ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશમાં એકતરફ NEET-UG પેપરલીકનો મામલો ચર્ચામાં છે, ત્યારે તેવા સમયે હવે દેશમાં વધુ એક પરીક્ષા વિવાદમાં ફસાય છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાનાર  SSC GD કોન્સ્ટેબલ પરીક્ષામાં સર્જાયેલી સમસ્યાને કારણે ઉત્તર પ્રદેશ રાજ્યના અમુક કેન્દ્રની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા કેન્દ્ર ખાતે  એક જ શિફ્ટમાં વધુ પડતાં ઉમેદવારો હાજર થયા હોવાના કારણે અવ્યવસ્થા સર્જાય હતી અને આથી અમુક કેન્દ્રની પરીક્ષા રદ્દ કરવી પડી હતી. 

અહેવાલો અનુસાર, અમુક કેન્દ્રો પર એક શિફ્ટમાં ફક્ત 399 ઉમેદવારો જ બેસી શકે તેવી વ્યવસ્થા હતી, પરંતુ દરેક શિફ્ટ માટે લગભગ 819 ઉમેદવારોને કોલલેટર જારી કરવામાં આવ્યા હતા. આનાથી પરીક્ષા કેન્દ્ર પર ભારે ભીડ અને અંધાધૂધી સર્જાઈ હતી. SSC GD પરીક્ષા બપોરે 2 થી 3 અને સાંજે 4:30 થી 5:30 સુધી બે શિફ્ટમાં યોજાવાની હતી. જો કે આ દરમિયાન પરીક્ષા કેન્દ્રની ક્ષમતા કરતાં ખૂબ જ વધારે વિદ્યાર્થીઓ પહોંચી જતાં ત્યારે સમસ્યા સર્જાય હતી. 

આ અંગે વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 350 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પ્રવેશી ચૂક્યા હતા અને તેમ છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે જણાઈ રહી હતી. જો કે આથી અધિકારીઓને ખ્યાલ આવ્યો કે ઉમેદવારોની સંખ્યા બેઠક ક્ષમતા કરતા ઘણી વધારે છે ત્યારે કેન્દ્રની બહાર વિરોધ અને અસમંજસ વધતાં મેનેજમેન્ટે SSC અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ બંને શિફ્ટ રદ કરવામાં આવી હતી. SSCએ  બિહારના પ્રયાગરાજ, કાનપુર, લખનૌ, ગોરખપુર અને મુઝફ્ફરપુરમાં GD પરીક્ષા રદ કરવામાં આવી હતી. 

SSCના આ નિર્ણયથી ઘણા ઉમેદવારોમાં ભારે રોષ વ્યાપ્યો હતો, કારણ કે વિદ્યાર્થીઓ દૂરના  જિલ્લાઓથી આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધમાં કાનપુર-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ  કરવાનો પ્રયાસ કર્યો હોવાના પણ અહેવાલ છે, પરંતુ પોલીસે બાદમાં પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે કાબુમાં લીધી હતી. હવે આ પરીક્ષા છેલ્લા અઠવાડિયામાં 25 થી 30 મે દરમિયાન યોજાશે.