Fri Apr 17 2026

Logo

IPL 2026: દિલ્હી સામે હાર બાદ પંત પર લાલઘૂમ થયો ગોયન્કા, વીડિયો થયો વાયરલ

2 weeks ago
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલ 2026ના પ્રથમ મુકાબલામાં લખનઊ સુપર જાયન્ટ્સનો દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો. પાવરપ્લેમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ દિલ્હીએ જે રીતે વાપસી કરી તે અકલ્પનીય હતી. લખનઊની હાર બાદ સંજીવ ગોયન્કા, કેપ્ટન પંત પર લાલઘૂમ થયો હતો. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.

મેચ પૂરી થયા બાદ લખનઊ સુપર જાયન્ટસના માલિક સંજીવ ગોયન્કા, કેપ્ટન ઋષભ પંત અને કોચ જસ્ટિન લેંગરે મેદાન પર ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ગોયન્કા બંનેને કઈંક કહેતા નજરે પડ્યા હતા, જ્યારે પંત પણ પોતાનો પક્ષ રાખતા જોવા મળ્યો હતો. આ વાતચીતથી ફેંસમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. શું આ કોઈ રણનીતિને લઈ ચર્ચા હતી કે હારને લઈ નારાજગી તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

 

લખનઊના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનઊ સુપર જાયન્ટસે દિલ્હી કેપિટલ્સને જીત માટે 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 26 રનમાં જ 4 વિકેટ ગુમાવી હતી.

આ સમયે મુકાબલો એક તરફી થઈ જશે તેમ લાગતું હતું. પરંતુ સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબસે પહેલા ઈનિંગ સંભાળી અને 119 રનની અણનમ પાર્ટનરશિપ કરી મેચ જીતાડી હતી. ઈમ્પેક્ટ સબ સમીર રિઝવીએ 47 બોલમાં નોટઆઉટ 70 રન બનાવ્યા હતા. જ્યારે ટ્રિસ્ટન સ્ટબસે 32 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. દિલ્હીએ 17.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

બંને ટીમના આગામી મુકાબલા

દિલ્હી કેપિટલ્સ તેનો આગામી મુકાબલો 4 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે.લખનઊ સુપર જાયન્ટ્સ તેનો આગામી મુકાબલો 5 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે.