Fri Apr 17 2026

Logo

હવે માત્ર અઢી કલાકમાં દિલ્હીથી દહેરાદૂન પહોંચી શકશો! વડાપ્રધાન મોદીએ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું

3 days ago
Author: Savan ZalariYa
Article Image

દેહરાદુન: દિલ્હીથી દહેરાદૂનની મુસાફરી હવે ખુબજ ઝડપી અને આરામદાયક બનશે, વડાપ્રધાન મોદીએ આજે મંગળવારે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું છે. છેલ્લા ઘણા સમયથી એક્સપ્રેસવે શરુ થવાની રાહ જોવાઈ રહી હતી, હવે બંને શહેરો વચ્ચેની મુસાફરી માત્ર અઢી કલાક પૂરી કરી શકાશે.
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે શરુ થતાં દિલ્હી-એનસીઆર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોને સુવિધા રહેશે. અગાઉ દિલ્હી અને દહેરાદૂન વચ્ચેની મુસાફરી માટે છ કલાકનો સમય લાગતો હતો, હવે આ મુસાફરી માત્ર અઢી કલાક થઈ શકશે.
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિલ્હી-દહેરાદૂન કોરિડોર એક વિશાળ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટનો મોટો ભાગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. 

માર્ગો દેશનું ભવિષ્ય:
વડાપ્રધાન મોદીએ કહ્યું, “ભવિષ્ય જણાવનારા લોકોની હથેળી પરની રેખાઓ વાંચીને તેના ભવિષ્ય કહે છે.  દેશના રસ્તાઓ, હાઇવે, એક્સપ્રેસ વે, હવાઈ માર્ગો, રેલ્વે માર્ગો અને જળમાર્ગો છે, દેશના ભવિષ્ય વિષે જણાવે છે. છેલ્લા દાયકાથી, આપણો દેશ વિકસિત ભારત બનાવવા માટે વિકાસની આવી ભાગ્ય રેખાઓ બનાવવાનું કામ કરી રહ્યો છે.”

વિકાસને વેગ મળશે:
વડાપ્રધાન મોદીએ કહ્યું, “₹12,000 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં હજારો કામદારો, ઇજનેરો અને અન્ય લોકોને રોજગારી મળી છે. આનાથી ઉત્તરાખંડના પર્યટનને નોંધપાત્ર ફાયદો થશે. આ એક્સપ્રેસવે ઉત્તરાખંડના તમામ પર્યટન સ્થળો સુધી પહોંચવા માટે મુખ્ય માર્ગ તરીકે સેવા આપશે.”

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિલ્હી-દહેરાદુન આર્થિક કોરિડોરથી મુખ્ય પ્રવાસન અને આર્થિક કેન્દ્રો વચ્ચે જોડાણ વધશે, જેના કારને પ્રાદેશિક આર્થિક વિકાસ મજબૂત બનશે, આ કોરીડોર સમગ્ર પ્રદેશમાં વેપાર અને વિકાસ માટે નવા માર્ગો ખોલશે.