(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મે મેહિનાથી મુંબઈમાં ૧૦ પાણીકાપ મૂકવાની આયોજન કરી રહેલી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જોકે એ અગાઉ જ દક્ષિણ મુંબઈ અને પૂર્વ ઉપનગરમાં આઠ દિવસ માટે પાંચ ટકા પાણીકાપ મૂકવાનો નિર્ણય લીધો છે. આ પાણીકાપ ૨૦ એપ્રિલથી ૨૭ એપ્રિલ, ૨૦૨૬ સુધી રહેશે.
પાલિકા મારફત પાણીપુરવઠા માટે અમર મહેલ (હેગડેવાર ઉદ્યાન)થી વડાલા (પ્રતીક્ષા નગર) અને આગળ પરેલ (સદાકાંત ધવન ઉદ્યાન) વોટર ટનલ એક બનાવવામાં આવી છે. તેમ જ અમર મહેલ (હેગડેવાર ઉદ્યાન)થી ટ્રૉમ્બે લો લેવલ રિર્ઝવિયર જળાશય અને આગળ ટૉમ્બે અપર લેવર રિર્ઝવિયર વોટર ટનલ-બે પણ બનાવવામાં આવી છે. વોટરટનલ મારફત થનારા પાણીપુરવઠાનું ચાર્જિંગ, ધુલાઈ (ફ્લશિંગ), ક્લોરીનીકરણ અને ડી-ક્લોરીનીકરણ કરવાના કામ હાથ ધરવામાં આવવાના છે. આ તમામ કામ સોમવાર ૨૦ એપ્રિલ, ૨૦૨૬, સોમવારથી ૨૭ એપ્રિલ, ૨૦૨૬ દરમ્યાન કરવામાં આવવાના છે.
તેથી આ સમયગાળા દરમ્યાન મુંબઈના પૂર્વ ઉપનગરમાં કુર્લા, ચેમ્બુર, માનખુર્દ, ગોવંડી, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ અને દક્ષિણ મુંબઈના વિસ્તારમાં પાંચ ટકા પાણીકાપ લાગુ પડશે. સંબંધિત વિસ્તારમાં નાગરિકોને પાણી સંભાળીને અને જતનપૂર્વક વાપરવાની અપીલ કરવામાં આવી છે.