Sat Apr 25 2026

Logo

સાવધાન! માત્ર 2 મિનિટનું સ્ક્રોલિંગ તમારા મગજને કરી શકે છે 'ડિસ્ટર્બ'; રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

3 hours ago
Author: Darshana Visaria
Article Image

આજના ડિજિટલ વર્લ્ડમાં આપણને એન્ડલેસ સ્ક્રોલિંગની એડિક્શન લાગી ગઈ છે અને ખબર ન પડે એમ માત્ર બે-ચાર વીડિયો જોવાની ઈચ્છા ક્યારે કલાકો સુધી સ્ક્રોલિંગ કરવામાં ફેરવાઈ જાય છે  તેની ખબર પણ નથી પડતી. આ આદત માત્ર સમય જ નથી બગાડતી, પરંતુ તમારા મગજની કાર્યક્ષમતા પર ગંભીર અસર કરે છે. ચાલો આજે આ સ્ટોરીમાં તમને તમારી આદત તમારા મગજ પર કઈ રીતે અસર કરે છે...

શોર્ટ વીડિયોને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે તમારા મગજને તરત જ 'ડોપામાઇન' (ખુશીનો અહેસાસ કરાવતું કેમિકલ) રીલિઝ કરે છે, જેને કારણે તમે એની લતમાં ફસાઈ જાવ છો. નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ શોર્ટ વીડિયો અને એન્ડલેસ સ્ક્રોલિંગની આદત તમારી મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. 

મગજ પર થતી નકારાત્મક અસરો:

એકાગ્રતાનો અભાવ: 

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જેમને શોર્ટ વીડિયોની લત છે, તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા નબળી પડી જાય છે. રિસર્ચમાં EEG સ્કેન દ્વારા જાણવા મળ્યું છે કે આવા લોકોનું મગજ ઊંડાણપૂર્વક વિચારવાનું બંધ કરી દે છે.

પેશન્સમાં ઘટાડો: 

સતત ઝડપી કન્ટેન્ટ જોવાથી મગજ 'ઇન્સ્ટન્ટ રિવોર્ડ' (તરત મળતા આનંદ) નો આદિ બની જાય છે. પરિણામે, લાંબા વીડિયો જોવા કે પુસ્તકો વાંચવામાં ધીરજ ખૂટી જાય છે.

સેલ્ફ કન્ટ્રોલમાં ઘટાડો: 

સ્ક્રોલિંગને કારણે વ્યક્તિ પોતાના આવેગ (Impulses) પર નિયંત્રણ ગુમાવી દે છે. 'બસ છેલ્લો એક વીડિયો' કહીને પણ કલાકો સુધી અટકી શકાતું નથી.

નિર્ણય લેવાની ક્ષમતા પર અસર: 

મગજ ઊંડાણપૂર્વક વિચારવાની જગ્યાએ સપાટી પરની માહિતીનો આદિ બની જાય છે, જે લાંબા ગાળે તમારી નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...