Fri Apr 17 2026

Logo

સાવધાન 30 વટાવતાં જ સમય કરતાં પહેલાં વૃદ્ધ થઈ રહ્યું તમારું હાર્ટ, જાણો નિષ્ણાતો શું કહે છે...

2 weeks ago
Author: Darshana Visaria
Article Image

AI Genrated Image


 

આપણામાંથી અનેક લોકોને એવું લાગે છે કે 30 વર્ષ પછી તો અસલી જિંદગી ચાલુ થાય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. 30 વર્ષે જ્યાં તમે એવું માનો છો કે તમારી રિયલ લાઈફ તો હજી શરૂ થઈ છે, પણ નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો 30 વર્ષની ઉંમર વટાવ્યા પછી જીવનશૈલીમાં આવતા ફેરફારો સીધી અસર હૃદયના સ્વાસ્થ્ય પર કરે છે. આ પરિવર્તનને કારણે તમારું હાર્ટ તમારી રિયલ એજ કરતાં પણ પહેલાં જ વૃદ્ધ થવા લાગે છે.  નિષ્ણાતોના મતે, આ ઉંમરે હૃદયમાં એવા સૂક્ષ્મ ફેરફારો શરૂ થાય છે જે ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જ વાત કરીશું... 

વાત કરીએ 30 વર્ષની ઉંમર પછી હાર્ટનું ખાસ ધ્યાન કેમ રાખવું જોઈએ એની તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 30 વર્ષ પછી કામનું દબાણ અને જવાબદારીઓ વધવાને કારણે લાઈફસ્ટાઈલમાં પરિવર્તન આવે છે અને આ પરિવર્તનની સીધેસીધી અસર હૃદય પર પડે છે. અનેક વખત વ્યક્તિની સાચી ઉંમર કરતા તેની હાર્ટ એજ એટલે કે હૃદયની ઉંમર સામાન્યપણે પાંચથી આઠ વર્ષ વધારે હોઈ શકે છે.

બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓબેસિટી અને સ્મોકિંગ જેવા પરિબળો હાર્ટને ઝડપથી વૃદ્ધ બનાવે છે. મેટાબોલિઝમ ધીમું પડવા લાગે છે અને ખરાબ આદતોની અસર સ્વાસ્થ્ય પર સ્પષ્ટ દેખાય છે. ઊંઘની કમી, તણાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ કોલેસ્ટ્રોલ અને વજનમાં વધારો કરે છે. હાર્ટના મસલ્સ એકદમ હાર્ડ થવા લાગે છે, જેને કારણે તેની કાર્યક્ષમતા ઘટે છે અને ધમનીઓમાં બ્લોકેજ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ લાંબા સમય સુધી કોઈ લક્ષણો વગર શરીરને નુકસાન પહોંચાડે છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ વોકિંગ, બેલેન્સ્ડ ડાયેટ અને પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. નિયમિત અંતરે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરની નિયમિત રીતે તપાસ કરાવવી જોઈએ.

છે ને એકદમ કામની માહિતી? આજે જ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ આવી ભૂલો કરતાં બચે અને સમય વર્ત્યે સાવધાન થઈ જાય. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.