Fri Apr 17 2026

Logo

હવે YouTubeના શોર્ટ્સને સંપૂર્ણપણે બંધ કરી શકાશે, નવું ફીચર રોલ-આઉટ

California   21 hours ago
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ જ્યારે પણ યુટ્યુબ ખોલીએ ત્યારે ઓટોમેટિક રીતે શરૂ થઈ જતા યુટ્યુબ શોર્ટ કે શોર્ટ વિડિયોથી કંટાળ્યા હોવ તો યુઝર્સ માટે કંપનીએ એક નવો ઓપ્શન રોલ આઉટ કર્યો છે. શોર્ટ્સ જોવામાં ખોટો ટાઈમપાસ થાય છે એવું લાગતું હોય તો આ ઓપ્શનનો ઉપયોગ કરીને શોર્ટ્સને કાયમી ધોરણે યુટ્યુબમાંથી રીમુવ કરી શકાશે. શોર્ટ્સ માટે પહેલાથી જ ટાઈમલિમિટ સેટ કરવાનો ઓપ્શન હતો, જેને અપડેટ કરવામાં આવ્યો છે. પહેલા ઓછામાં ઓછો 15 મિનિટનો ટાઈમ સેટ કરી શકાતો હવે નવી અપડેટ અનુસાર આ સમયને ઝીરો પર સેટ કરી શકાય છે. 

કાયમી ધોરણે બંધ કરી શકાશે

આ રીતે શોર્ટ્સને કાયમી ધોરણે બંધ કરી શકાય છે. આ ફીચર રોલઆઉટ થઈ ચૂક્યું છે. જે લોકો શોર્ટ્સ જોવાની ટેવથી પરેશાન થઈ રહ્યા છે એમના માટે આ ફીચર ઘણું કામનું છે. આ સિવાય જે વાલીઓ પોતાના બાળકોને મોબાઈલ યુઝ કરવા માટે આપે છે એમના માટે પણ આ ફીચર ઘણું કામ કરે છે. યુટ્યુબ શોર્ટ્સના ફીચરમાં ટાઈમ લિમિટ ઝીરો કરી દેવાથી શોર્ટ્સ કાયમી ધોરણે બંધ થઈ જશે. જ્યારે શોર્ટ્સનો સમય ઝીરો પર સેટ થઈ જશે પછી સ્ક્રોલ કરતા કે ફીડમાં શોર્ટ્સ ક્યારેય દેખાશે નહીં. આ ફીચરથી વાલીઓને મોબાઈલના વિડિયો કંટ્રોલ કરવામાં મોટી મદદ મળશે. એકાઉન્ટમાંથી એકવાર સેટ કર્યા બાદ બાળકો એને બદલી નહીં શકે. 

આ રીતે કરો સેટ

હકીકતમાં આ ઓપ્શન બંધ થતું નથી પણ ટાઈમલાઈનમાંથી હાઈડ થઈ જાય છે. ટાઈમ સેટ ઝીરો કરવા માટે  પહેલા યુટ્યુબ ઓપન કરવું પડશે. પછી પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરજો, એ પછી અહીં સેટિંગ જોવા મળશે, સેટિંગ પર ક્લિક કરો અને પછી ટાઈમ મેનેજમેન્ટનો ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરતા સ્ક્રોન ડાઉનથી સેટ કરી શકાશે. ડેઈલી શોર્ટ ફીડ લિમિટ સેટનો ઓપ્શન અહીં દેખાશે. જેને સેટ કરી શકાશે.એ પછી આગળના ટોગલ પર ક્લિક કરો અહીંયા ઓપ્શન દેખાશે.અહીંયા ઓપ્શન દેખાશે જેમાં ઝીરો મિનિટ સિલેક્ટ કરી શકાશે. આ રીતે શોર્ટ્સને કાયમી ધોરણે ઓફ કરી શકાશે.