Fri Apr 17 2026

Logo

ઘાટકોપર જોલી જીમખાના લૅડીઝ ટર્ફ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં `સુપર સ્પાર્ટન' ટીમ ચૅમ્પિયન

1 month ago
Author: Ajay Motiwala
Article Image

ચેરમેન રજનીકાંત શાહ , સેક્રેટરી મુકેશ બદાની તથા કારોબારી સદસ્યો સાથે વિજેતા અને ઉપવિજેતા ટીમ


મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના (Ghatkopar Jolly GYMKHANA) દ્વારા આયોજિત લૅડીઝ ટર્ફ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં `સુપર સ્પાર્ટન' ટીમ શાનદાર પ્રદર્શનમાં `ક્વીન ઇન્ફિનિટી 11'ને 19 રનથી હરાવીને ચૅમ્પિયન બની હતી.

રવિવાર, 15મી માર્ચે સવારે ઘાટકોપર જૉલી જિમખાના ખાતે 16 ટીમ વચ્ચેની આ ટૂર્નામેન્ટની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી તથા પરેશ શાહ, ટ્રેઝરર મિકીન શેઠ, જોઈન્ટ સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર પ્રશાંત કારિયા, તેમ જ કારોબારી સભ્યો અને કારોબારી ટ્રસ્ટી મનોજ અજમેરાના આશીર્વચન સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો.

ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરતા સુપર સ્પાર્ટનની ટીમે 8 વિકેટે 75 રન બનાવ્યા હતા, જેમાં નેહા શાહના 29 રન મુખ્ય રહ્યા હતા. જવાબમાં ક્વીન ઇન્ફિનિટી-ઇલેવન ટીમે રિદ્ધિ માવાણીના 24 રનના યોગદાન સાથે 5 વિકેટે 54 રન બનાવ્યા હતા. સુપર સ્પાર્ટન ટીમે 19 રનથી વિજય મેળવ્યો હતો.

ચૅરમૅન રજનીકાંત શાહએ મહિલાઓને રમતગમત ક્ષેત્રે આગળ લાવવા માટે આવી ટુર્નામેન્ટનું આયોજન સમયાંતરે કરવાનું સૂચન ક્રિકેટ ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાને કર્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા ટીમને 10,000 રોકડ ઇનામ અને ટ્રોફી, જ્યારે ઉપવિજેતા ટીમને 5,000 રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

વ્યક્તિગત પુરસ્કારો આ મુજબ અપાયા હતાઃ (1) બેસ્ટ બૅટર-નેહા શાહ (112 રન) (2) બેસ્ટ બોલર-સુનિતા શાહ (8 વિકેટ) (3) પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ-હિના ઠક્કર (92 રન અને 7 વિકેટ)