કોલકાતા પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ વચ્ચે ચૂંટણી પંચે પોલીસ વહીવટના ઉચ્ચ સ્તરે ફેરબદલનો આદેશ આપ્યો છે. કોલકાતા પોલીસ અને પશ્ચિમ બંગાળ રાજ્ય પોલીસના 12 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કોલકાતા પોલીસમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓને મુખ્ય હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ટ્રાન્સફર કરાયેલા 12 પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.
કોલકાતા પોલીસમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓની બદલી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, 12 પોલીસ અધિકારીઓમાં સોમા દાસ મિત્રાનો સમાવેશ થાય છે. તેમને CID DIG પદ પરથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને હવે તેમને કોલકાતા પોલીસમાં જોઈન્ટ કમિશનર (ક્રાઈમ) તરીકે પોસ્ટ કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા આ બદલીઓ કરવામાં આવી તેનો અર્થ એ છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રસપ્રદ રહેવાની છે.
જાણો કોની ક્યાં બદલી કરવામાં આવી?
CIDના DIG સોમા દાસ મિત્રાને કોલકાતા પોલીસમાં જોઈન્ટ કમિશનર (ક્રાઈમ) તરીકે ટ્રાન્સફર કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં DIG તરીકે ફરજ બજાવતા સુદીપ સરકારને કોલકાતા પોલીસમાં જોઈન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. DIG દેબાસ્મિતા દાસને કોલકાતા પોલીસમાં જોઈન્ટ કમિશનર (ઈન્ટેલિજન્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વધુમાં, કોલકાતા પોલીસના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને દક્ષિણ-પૂર્વ વિભાગના ડેપ્યુટી કમિશનરોને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યાં છે.
વધું વિગતે જોઈએ તો વીએસઆર અનંતનાગને ડેપ્યુટી કમિશનર (દક્ષિણ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પ્રદીપ કુમાર યાદવને ડેપ્યુટી કમિશનર (ઉત્તર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં ભાંગર ડિવિઝનના ડીસી તરીકે ફરજ બજાવતા સૈકત ઘોષને દક્ષિણ-પૂર્વ ડિવિઝનના ડીસી પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીના કારણે અત્યારે પશ્ચિમ બંગાળ પોલીસ બેઠામાં ચર્ચાનો માહોલ શરૂ થયો છે.