સિંઘી તરાઈ: છત્તીસગઢના સિંઘી તરાઈમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં મળતી માહિતી મુજબ વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટવાથી નવ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાદ સમગ્ર પરિસરમાં નાસભાગ મચી છે.
વિસ્ફોટ સમયે પ્લાન્ટ પર ત્રણ લોકોના મોત
આ દુર્ઘટના અંગે મળતી માહિતી મુજબ આ અકસ્માત બાદ રાયગઢની ખાનગી હોસ્પિટલમાં 21 લોકોને લાવવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકોને રાયગઢ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ સારવાર દરમિયાન છ લોકોના મોત થયા છે. જ્યારે વિસ્ફોટ સમયે પ્લાન્ટ પર ત્રણ લોકોના મોત થયા હતા. તેથી હાલ કુલ નવ લોકોના મોતના અહેવાલ મળ્યા છે.
ઘાયલોને રાયગઢની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા
આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રફુલ્લ ઠાકુરે જણાવ્યું હતું કે, શક્તિ જિલ્લાના સિંઘી તરાઈ વિસ્તારમાં સ્થિત વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા છે અને 15 અન્ય ઘાયલ થયા છે. જ્યારે ઘાયલોને રાયગઢની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.