Fri Apr 17 2026

Logo

આ રાજ્ય સરકાર ત્રીજા બાળકના જન્મ પર આપશે 25000ની સહાય, જાણો વિગત...

1 month ago
Author: Mayur Patel
Article Image

અમરાવતીઃ આંધ્ર પ્રદેશ સરકારે એક નવી પહેલની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભામાં જણાવ્યું કે, રાજ્યમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે. જો આ સ્થિતિ રહેશે તો આગામી સમયમાં રાજ્યમાં યુવાનોની સંખ્યા ઘટી જશે અને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેને ધ્યાનમાં રાખીને સરકાર એક નવી નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર બીજા અને ત્રીજા બાળકના જન્મ પર આર્થિક મદદ કરવાની યોજના બનાવી રહી છે.

દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જન્મદર સતત ઘટી રહ્યો છે. આ કારણે હવે કેટલીક રાજ્ય સરકાર વસતીનું સંતુલન જાળવી રાખવા પર ભાર આપી રહી છે. આંધ્ર પ્રદેશ સરકાર ત્રીજું બાળક થવા પર 25000 રૂપિયા આપશે.

નવી પ્રસ્તાવિત નીતિ અંતર્ગત જે પરિવારમાં બીજું કે ત્રીજું બાળક પેદા થશે તેને સરકાર 25,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. આ ઉપરાંત ત્રીજા બાળક માટે વધારાની સુવિધા પણ આપશે. સરકારના પ્રસ્તાવ મુડબ, ત્રીજા બાળકના જન્મ પર પાંચ વર્ષ સુધી દર મહિને 1000 રૂપિયા સહાય અપાશે. બાળકોને 18 વર્ષની ઉંમર સુધી ફ્રી શિક્ષણ અપાશે. સરકારનું માનવું છે કે તેનાથી પરિવારોને આર્થિક મદદ મળશે અને તેઓ વધુ બાળકોને જન્મ આપવા પ્રોત્સાહિત થશે.

સરકારે આ નવી નીતિ 1 એપ્રિલથી લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પગલું ભવિષ્યમાં રાજ્યમાં ઉભા થનારા સ્ત્રી-પુરુષ દરને જાળવી રાખવામાં પણ મદદગાર સાબિત થશે. 

નવી વસ્તી નીતિ અંતર્ગત મહિલાઓ માટે ઘણી ખાસ સુવિધાઓ આપવાની પણ યોજના છે. જે અંતર્ગત સરકાર 'માતૃત્વ સેન્ટર ઓફ એક્સેલન્સ' સ્થાપશે, જ્યાં આધુનિક આરોગ્ય સુવિધાઓ અને IVF જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. દર 50 બાળકો દીઠ એક ચાઇલ્ડ કેર સેન્ટર બનાવવામાં આવશે. મહિલાઓની સુવિધા માટે ખાસ 'પિંક ટોયલેટ' બનાવવામાં આવશે. વર્કિંગ વુમન્સ માટે વિશાખાપટ્ટનમમાં ₹172 કરોડના ખર્ચે એક મોટું હોસ્ટેલ બનાવવામાં આવશે. આ સાથે જ સરકાર સીઝેરિયન ડિલિવરીનું પ્રમાણ ઘટાડવા માટે પણ પ્રયાસો કરશે.