Tue May 26 2026

Logo

ઓર્ડનન્સ ફેક્ટરીમાં ક્રેન લિફ્ટમાંથી પટકાતાં કામગારનું મૃત્યુ

49 minutes ago
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં રિપેરિંગ કામ કરતી વખતે ક્રેન લિફ્ટમાંથી નીચે પટકાતાં 21 વર્ષના કામગારનું મૃત્યુ થયું હતું.અંબરનાથ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફેક્ટરી પરિસરમાં એમપીએફ સેક્શનમાં સોમવારે આ ઘટના બની હતી.

મૃતકની ઓળખ વસીમ ખાન તરીકે થઇ હોઇ તે ઘટના સમયે ટીન શીટ્સ બેસાડવા માટે જાળી લગાવી રહ્યો હતો. રિપેરિંગ કામ દરમિયાન તે ક્રેન લિફ્ટમાં ઊભો હતો અને સંતુલન ગુમાવતાં તે લિફ્ટમાંથી નીચે પટકાયો હતો, જે ક્રેન સાથે જોડાયેલી હતી.

આ ઘટનામાં વસીમ ખાનને ગંભીર ઇજા પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.વસીમ ખાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ અંબરનાથ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)