Tue May 26 2026

Logo

માર્ચ, 2026ના અંતે રિઝર્વ બૅન્ક પાસે 880.52 ટન સોનાની અનામત

3 weeks ago
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત માર્ચ મહિનાના અંતે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા પાસે સોનાની કુલ અનામત 880.52 ટનની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે તાજેતરમાં જાહેર કરેલી છમાસિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

રિઝર્વ બૅન્કની માહિતી અનુસાર તેનાં કુલ 880.52 ટન સોનાના હોલ્ડિંગ પૈકી 680.05 ટન સોનું સ્થાનિક સ્તરે સંગ્રહવામાં આવ્યું છે, જ્યારે 197.67 ટન સોનું બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની સેફ કસ્ટડીમાં અને 2.80 ટન સોનું બૅન્ક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ (બીઆઈએસ)માં ડિપોઝિટ અર્થાત્‌‍ થાપણ સ્વરૂપે રાખવામાં આવ્યું છે. 

વધુમાં દેશની કુલ અનામતમાં મૂલ્યની દૃષ્ટિએ માર્ચ, 2026ના અંતે સોનાનો હિસ્સો જે સપ્ટેમ્બર, 2025ના અંતે 13.92 ટકા હતો તેની સામે વધીને 16.70ની સપાટીએ રહ્યો હોવાનું આરબીઆઈએ અહેવાલમાં ઉમેર્યું હતું.