જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને 'ન્યાયના દેવતા' અને 'કર્મફળદાતા' માનવામાં આવે છે. શનિની ચાલમાં થતો નાનકડો ફેરફાર પણ માનવ જીવન પર ઊંડી અસર કરે છે. આગામી 13મી માર્ચ 2026ના રોજ શનિદેવ મીન રાશિમાં 'અસ્ત' થવા જઈ રહ્યા છે અને લગભગ 40 દિવસ સુધી શનિદેવ આ જ સ્થિતિમાં મીન રાશિમાં બિરાજમાન રહેશે, જેની સકારાત્મક અસર કેટલીક ખાસ રાશિઓ પર જોવા મળશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 13મી માર્ચ 2026ના શુક્રવારે સાંજે 07.12 કલાકે ન્યાયના દેવતા શનિદેવ મીન રાશિમાં અસ્ત અવસ્થામાં પ્રવેશ કરશે અને બાવીસમીંએપ્રિલ સુધી આ જ સ્થિતિમાં રહેશે. જ્યોતિષીઓના મતે, શનિના અસ્ત થવાથી તેની પીડામાં ઘટાડો થાય છે, જે કેટલીક રાશિઓ માટે રાહત અને પ્રગતિના દ્વારા ખોલનારું પણ સાબિત થાય છે. ચાલો જોઈએ કઈ રાશિના જાતકો માટે શનિદેવ અસ્ત થઈને અપરંપાર લાભ કરાવી રહ્યા છે...
વૃશ્ચિકઃ
ગુરુની મીન રાશિમાં શનિનું અસ્ત થવું વૃશ્ચિક રાશિના જાતકો માટે વરદાન સમાન છે. તમારે સફળતા મેળવવા માટે બહુ સંઘર્ષ નહીં કરવો પડે, ભાગ્ય પૂરો સાથ આપશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જોકે, માતાના સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી જરૂરી છે.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે શનિની આ સ્થિતિ આર્થિક અને વ્યાવસાયિક લાભ લઈને આવશે. કરિયરમાં નવી તકો મળશે અને અચાનક ધનલાભ થવાની પ્રબળ સંભાવના છે. કાર્યક્ષેત્રમાં મિત્રો અને સહકર્મીઓનો પૂરો સાથ મળશે. જીવનસાથીની મદદથી તમે જૂની પારિવારિક મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકશો.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આ 40 દિવસ આર્થિક રીતે ખૂબ જ મજબૂત સાબિત થશે. તમારી નાણાંકીય સ્થિતિ સ્થિર અને મજબૂત બનશે. આત્મવિશ્વાસમાં વધારો થવાથી તમે દરેક કાર્ય ઉત્સાહથી પૂર્ણ કરશો. વિદેશ કે લાંબી દૂરીની યાત્રાના યોગ બની રહ્યા છે. કરિયરમાં આવતી નાની-મોટી અડચણો ટૂંક સમયમાં દૂર થશે.