તહેરાનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાક સુધી જે બેઠક ચાલી એમાં કોઈ પરિણામ ન આવ્યું. પાકિસ્તાનને મધ્યસ્થી કરવી મોંઘી પડી એના કરતા મુશ્કેલી નોતરી એવું કહી શકાય. આ બેઠક વચ્ચો હોર્મુઝમાંથી પાકિસ્તાનના જહાજ માટે પણ જળમાર્ગ ખૂલ્યો નહીં. કડક શરત, ટ્રમ્પની ધમકી, ઈઝરાયલ-લેબનાન વચ્ચે સમયાંતરે થતા છમકલા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો વિવાદ અને બીજા કેટલાક અવિશ્વાસના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થઈ હતી. ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ અને કુટનીતિના પ્રયાસની કેટલીક જટિલતાએ આ બેઠકને નિષ્ફળ બનાવી દીધી.
ઈરાનનો અડગ મિજાજ
ઈસ્લામાબાદમાં યોજાયેલી અમેરિકા ઈરાનની બેઠકમાં સૌથી મોટો મુદ્દો બન્ને દેશની અડગતાનો રહ્યો છે. અમેરિકાએ પોતાની માગ સ્પષ્ટ કરતા ઈરાને યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ પર તાત્કાલિક બ્રેક મારી દીધી. આ સાથે ભવિષ્યમાં પરમાણું હથિયાર વિકસિત ન કરવાની ગેરેન્ટી આપી, જેના જવાબમાં ઈરાને પોતાની જૂની વાતનો ઉલ્લેખ કરીને જૂના મુદ્દાઓના ગીત ગાયા. ઈરાને કહ્યું કે, પરમાણું કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યથાવત છે. ઈરાન કોઈ પ્રકારનું દબાણ કે પ્રતિબંધ ઈચ્છતું નથી.
અમેરિકાને રોકડું પરખાવ્યું
અમેરિકાએ કહ્યું હતું કે, અમે ભલે એ સ્થિતિ સુધી પહોંચી શક્યા નથી પણ ઈરાનની શરતો પર વિચારણા જરૂર થશે. ઈરાને પણ અમેરિકાની શરતો પર વિચાર કર્યો હોત તો સારૂ હોત. ઈરાને અમેરિકાના પ્રસ્તાવોને અયોગ્ય ગણાવી દીધા. હવે ઈરાન પોતાની રણનીતિ મજબૂત કરી રહ્યો છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ સ્થિતિ મજબૂત રહી છે. નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, ઈરાનની સ્થિતિ અત્યારે વેઈટ એન્ડ વૉચની રહી છે. બીજી બાજું અમેરિકા તાત્કાલિક ધોરણે પરિણામ ઈચ્છે છે. આવા અસંતુલન વચ્ચે વાતચીત એક મોટી નિષ્ફળતા છે.
ભરોસા કરતા આશંકા વધારે હતી
કોઈપણ શાંતિવાર્તા માટે અનુકુળ માહોલ અને ભરોસો અનિવાર્ય છે. ટ્રમ્પે વાતચીત પહેલા અને એ દરમિયાન સતત આક્રમતા વાપરી, વલણ પણ આક્રમક રહ્યું. એટલું જ નહીં ત્યાં રહીને ચેતવણી પણ આપી દીધી કે, સમજૂતી નહીં થાય તો અમેરિકા ફરીથી હુમલો કરી દેશે. આ પ્રકારના નિવેદન ઈરાન માટે સ્પષ્ટ સંકેત સમાન હતા. વાતચીત કરતા અહીં દબાણ વધારે હતું. સીઝફાયરના એલાન બાદ પણ સૈન્ય દબાવ અને બીજી શરતો પણ લાગુ કરાવી હતી. આ કારણે અમેરિકા પર ભરોસો કરતા આશંકા વધારે મજબૂત બનતી. ઈરાને દરેક વલણ અને સૈન્યની ગતિવિધિઓને ગંભીરતાથી લીધી અને અમેરિકાની રણનીતિ જાણી લીધી. આ વિરોધાભાસે વાર્તાલાપ નબળો પાડી દીધો.

લેબનાનનો મુદ્દો ચર્ચાયો નહીં
ઈસ્લામાબાદમાં જ્યાં શાંતિવાર્તા ચાલી રહી હતી, એ દરમિયાન ઈઝરાયલે લેબનાનમાં પોતાના સૈન્ય દ્વારા અભિયાન ચાલું રાખ્યું. જ્યાં હુમલો કર્યો ત્યાં હિજબુલ્લાહનો પ્રભાવ હતો.હિજબુલ્લાહને ઈરાનનો સાથી અને સમર્થક માનવામાં આવે છે. આની સામે ઈરાનની માગ હતી કે, શાંતિવાર્તા પહેલા લેબનાનમાં હુમલાને રોકી દેવામાં આવે. ઈઝરાયલે સ્પષ્ટતા કરી કે, અમેરિકા-ઈરાન સીઝફાયર લેબનાનમાં લાગુ નહીં પડે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કટ્ટર વલણથી વાટાઘાટોનું વાતાવરણ જટિલ બન્યું.
પાકિસ્તાનના આંગણે અમેરિકા છતુ થયું
પાકિસ્તાની પક્ષના નિવેદનથી રાજદ્વારી તણાવ વધુ વધ્યો. એક તરફ ઇરાન તણાવ ઓછો કરવાની વાત કરી રહ્યું હતું, તો બીજી તરફ વાસ્તવિકતા સંપૂર્ણપણે વિપરીત હતી. આ વિરોધાભાસે કરારની શક્યતાઓને લગભગ ધૂંધળી બનાવી દીધી. પરિણામ એ આવ્યું કે, સમગ્ર બેઠકમાં કોઈ પ્રકારનો નીવેડો ન આવ્યો. આ ચર્ચાઓ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુની સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક મુદ્દો બનીને ઊભરી આવી.
હોર્મુઝ વિવાદ વકર્યો
વૈશ્વિક તેલ પુરવઠા માટે આ જળમાર્ગ અત્યંત મહત્વપૂર્ણ છે. 28 ફેબ્રુઆરીથી ત્યાં વિક્ષેપો જોવા મળ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સે તેલ પુરવઠો સામાન્ય બનાવવા માટે તેને તાત્કાલિક ફરીથી ખોલવાની માંગ કરી હતી, જ્યારે ઈરાન તેનો ઉપયોગ લાભના મુખ્ય સાધન તરીકે કરી રહ્યું હતું. હોર્મુઝ બંધ થતા એશિયા સહિતના દેશમાં ઊર્જા કટોકટી ઊભી થઈ. દુનિયાના દેશોએ મિડલ ઈસ્ટ અને અમેરિકા બાજુ જોવાનો દ્રષ્ટિકોણ બદલી દીધો. ઈરાનની માગ હતી કે, હોર્મુઝ ખોલતા પહેલા આર્થિક રીતે લગાવેલા પ્રતિબંધમાં છૂટછાટ આપવામાં આવે. સુરક્ષા આપવામાં આવે.
દાયકોઓનો ગજગ્રાહ ઉઘાડો પડ્યો
અમેરિકાએ ઈરાનની આવી કોઈ વાત ન માની. ટ્રમ્પે આવી કોઈ વાત સમજવા માટે પ્રાથમિકતા ન બતાવી. વાત સમજવાના બદલે અમેરિકાએ જળમાર્ગ પર નિયંત્રણ અને ટોલ વસુલી જેવા પ્રસ્તાવ આપીને ગેમ બગાડી નાખી. ઈરાને આવા મુદ્દાનો ઈન્કાર કર્યો અને વાત ફગાવી દીધી. અંદરોઅંદરનો અવિશ્વાસ કરતા દાયકાઓથી ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે ભરોસો અપાવી શકે એવું કોઈ કામ પાકિસ્તાને ન કર્યું. ઈરાનના નેતાએ અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતુ કે,અમારી પાસે સદભાવના છે પણ ભરોસો નથી. આ નિવેદન જ એમની માનસિતા ઉઘાડે છે.
અમેરિકાની વાત છળ જેવી લાગી
અમેરિકાએ પોતાનો પ્રસ્તાવ ઉત્તમ હોવાના ગીત ગાયા પણ ઈરાને ખોટા દબાવ અમેરિકાની વાતને ફગાવી દીધી. વાતચીત દરમિયાન સૈન્ય દબાણ, હુમલા, સૈન્ય ઑપરેશન, સૈન્યની પ્રવૃતિ અને હિલચાલ આ તમામ મુદ્દાઓએ ઈરાનની આશંકાને મજબૂતાઈમાં ફેરવી દીધી. ઈરાનને અમેરિકાનો દરેક પ્રસ્તાવ એક પ્રકારની જાળ કે છળ હોય એવું લાગતું.આથી શાંતિવાર્તા નિષ્ફળ ગઈ