મુંબઈઃ ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થયો છે. INS TARAGIRI પ્રોજેક્ટ 17-એ અંતર્ગત તૈયાર થનારૂ ચોથું યુદ્ધજહાજ છે. આશરે 6670 ટન વજન ધરાવતુ આ જહાજ સંપૂર્ણ રીતે મેઈક ઈન ઈન્ડિયાના અભિગમથી તૈયાર કરાયું છે. સંપૂર્ણ રીતે સ્વદેશી છે. મુંબઈના મઝગાંવ ડોકશિપયાર્ડમાં આ જહાજ તૈયાર કરવામાં આવ્યું છે. આનાથી ભારતીય નૌસેનાની તાકાત અને ક્ષમતામાં વધારો થશે.
3 એપ્રિલે જોડાશે સર્વિસમાં
આ જહાજ આગામી તારીખ 3 એપ્રિલના રોજ સર્વિસમાં જોડાશે. ભારતીય નૌસેનામાં જોડાયા બાદ જે તે ઝોનમાં દેશની સુરક્ષા હેતું સર્વિસમાં સામેલ થશે.આ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ મુખ્ય મહેમાન તરીકે જોડાશે. INS TARAGIRI આધુનિક સ્ટેલ્થ ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે.
75 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ આ જહાજને તૈયાર કરવામાં થયો છે. 200થી વધારે MSMEનું આ જહાજ તૈયાર કરવામાં યોગદાન છે. એડવાંસ ટેક્નોલોજી સાથે અતિ આધુનિક હથિયાર પણ મૂકવામાં આવ્યા છે. સુપરસોનિક મિસાઈલ, મીડિયમ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ, એન્ટિ સબમરીન વૉરફેર જેવી ટેક્નોલોજી સામેલ છે.
સંપૂર્ણ સ્વદેશી જહાજ
આ સાથે આધુનિક કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે જે ગણતરીની સેકન્ડમાં નિર્ણય લઈને વળતો પ્રહાર કરી શકે છે. આ જહાજ માત્ર યુદ્ધ માટે જ નથી રેસ્ક્યૂ ઑપરેશન, ઈમરજન્સી મદદ અને આફતની સ્થિતિમાં પણ મદદરૂપ છે. જેમાં કેટલાક મહત્ત્વના મોટા મશીનોની પણ મોટી ભૂમિકા રહી છે. આત્મનિર્ભર ભારત તરફ આ એક મોટું અને મજબૂત પગલું છે. મેઈક ઈન ઈન્ડિયાનું બેસ્ટ ઉદાહરણ છે.