નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ભારતને મળતા ઇંધણ પુરવઠાને માઠી અસર પહોંચી છે, આ દરમિયાન ભારત સરકારની વિદેશનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. એવામાં સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે આરોપ લગાવ્યો કે ભારત સરકાર ઈરાન સાથેનો અયોગ્ય વ્યવહાર કરી રહી છે, જેના કારણે દેશમાં દેશ LPGની અછત સર્જાઈ છે
સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા ડિમ્પલ યાદવે કહ્યું એક મહિના સુધી બુકિંગ કર્યા પછી પણ લોકોને સિલિન્ડર નથી મળી રહ્યા. ઈરાન દાયકાઓથી ભારતનું મિત્ર છે અને ભારત સાથે ઈરાનના સારા સંબંધો છે. છતાં, ભારત સરકારે કોઈ વલણ અપનાવ્યું નથી, જેના કારણે દેશમાં LPG પુરવઠાની અછત સર્જાઈ.
ભારત સરકારે આજે સાંજે સર્પક્ષીય બેઠક બોલાવી છે, ડિમ્પલ યાદવે કહ્યું, “હવે સર્વપક્ષીય બેઠકમાં આપણે જોઈશું કે સરકાર શું વલણ અપનાવે છે.”
મહિલા અનામત વિષે સરકાર પાસે સ્પષ્ટતાની માંગ:
ડિમ્પલ યાદવને પત્રકરોએ મહિલા અનામત અંગે પણ પ્રશ્ન પૂછ્યા, જેના જવાબમાં ડિમ્પલ યાદવે જણાવ્યું, “સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષના તમામ પક્ષો માંગ કરી રહ્યા છે કે સરકાર અમને તેના એજન્ડા વિશે જણાવે. જો અમને જ કઈ ખબર ન હોય, તો અમે અભિપ્રાય કેવી રીતે આપી શકીએ?."
ડિમ્પલ યાદવે સરકાર સમક્ષ માંગ કરતા કહ્યું, "અમે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે, સરકારે અમને મુદ્દાસર માહિતી પૂરી પાડવી જોઈએ. અમને એ પણ જણાવવું જોઈએ કે મહિલા અનામતમાં SC/ST, પછાત જાતિ અને લઘુમતી મહિલાઓ માટે અલગ ક્વોટા છે કે નહીં."