Mon May 25 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:22 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

3 days ago
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2 days ago

ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં નવો વળાંક, પતિ સમર્થ સિંહની ધરપકડ

ભોપાલના બહુચર્ચિત ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે.જેમાં આત્મહત્યા બાદથી ભાગતા ફરતા તેના પતિ સમર્થ સિંહે જબલપુર કોર્ટ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું. જેની બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ પૂર્વે  પોલીસે સમર્થ સિંહને  પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી.

2 days ago

પીએમ મોદી અને મેલોની ચીનની ચિંતા વધારી

પીએમ મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોનીને  મેલોડી ટોફી ગિફટ આપી હતી. જેની બાદ સોશિયલ મીડિયા પર તેમના મીમ્સનો રાફડો ફાટ્યો છે. જોકે, આ દરમિયાન  બે નેતાઓએ ચીનની ચિંતામાં વધારો કર્યો છે. જેમાં ઇટલીએ ચીનના ભ્રામક 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' (BRI)માંથી  સંપૂર્ણ બહાર નીકળી ગયું છે. તેમજ ન્યુ ઈન્ડિયાને પસંદ કરીને એશિયામાં  ભારતને તેના સૌથી વિશ્વસનીય ભાગીદાર તરીકે પસંદ કર્યું છે. જેને ધ ગ્રેટ ઇટલી ડિવોર્સ તરીકે ઓળખવા આવે છે.

2 days ago

વૈશ્વિક પડકારો વચ્ચે કેન્દ્રીય બેંક  આરબીઆઇએ સરકારને વિક્રમી ડિવિડંડ ટ્રાન્સફર કર્યું

વિશ્વમાં સતત વધી રહેલા તણાવ અને પડકારો વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઈ) એ કેન્દ્ર સરકારને રાહત આપી છે.  આરબીઆઈએ સરકારને મુશ્કેલ સમયમાં રૂપિયા 2.86  લાખ કરોડનું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ ટ્રાન્સફર કર્યું છે.

2 days ago

પીએમ મોદી સાથે સેલ્ફી લઇ ખુશ થયા સાયપ્રસના રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ

પીએમ મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ વચ્ચેની મુલાકાત દરમિયાનની સેલ્ફી ચર્ચાનો વિષય બની છે. ક્રિસ્ટોડોલિડ્સે  સેલ્ફી લીધી ત્યારે  પીએમ મોદી પણ ખુશ જોવા મળ્યા હતા. આ સેલ્ફી લીધા બાદ બંને નેતાઓએ સ્મિત સાથે હાથ મિલાવ્યા હતા.

2 days ago

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને પગલે રસ્તા પર નમાઝ પઢવા પર રોક

ઉત્તર પ્રદેશ બાદ ઉત્તરાખંડમાં રસ્તા પર  નમાઝ પઢવા મુદ્દે કડક વલણ અપનાવામાં આવ્યું છે. આ અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે. તેથી રસ્તા પર નમાઝ પઢવાની મંજુરી આપવામાં આવશે નહી.

2 days ago

CBSE ના ધોરણ 09 અને 10 માં ત્રણ ભાષાને ફરજિયાત બનાવવાના નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો

સીબીએસસી દ્વારા ધોરણ 9 અને 10મઆ ત્રણ ભાષાઓના અભ્યાસને ફરજિયાત બનાવ્યો છે. જેને પડકારતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

2 days ago

અમદાવાદમાં આગઃ ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદમાં એસ.જી હાઈવે પર સોલીટેર ઈમારતનાં ચોથા માળે  ભીષણ આગ લાગી છે. બીજો-ત્રીજો માળ આગની ઝપેટમાં આવ્યાના અહેવાલ છે. ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

2 days ago

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘે 4 મહિલા પર હુમલો કરતાં મોત

સિંદેવાહી તાલુકા અંતર્ગત આવતા ગુંજેવાહી વિસ્તારમાં એક હિંસક વાઘે અચાનક હુમલો કરીને ટીમરુંના પાન એકઠા કરવા ગયેલી ચાર મહિલાઓને મોતને ઘાટ ઉતારી છે. ચંદ્રપુરના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી અને કમકમાટીભરી ઘટનાઓમાંથી એક માનવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ભારે સુરક્ષા બળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહોને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2 days ago

ગુજરાત સહિત 10 રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી તારીખ જાહેર

ચૂંટણી પંચે આજે રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.એક નિવેદનમાં ચૂંટણી પંચે જણાવ્યું કે, રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણી 10 રાજ્યોમાં યોજાશે, જ્યાં હાલના સભ્યો 21 જૂનથી શરૂ કરીને 19 જુલાઈ સુધીમાં અલગ-અલગ તારીખોએ નિવૃત્ત થઈ રહ્યા છે. રાજ્યસભાની આ ચૂંટણી આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ચાર-ચાર બેઠકો, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો, ઝારખંડમાં બે બેઠકો તથા મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક-એક બેઠક પર યોજાશે. મેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. 18 જૂને મતદાન થશે.

3 days ago

ભારત અમારો શ્રેષ્ઠ ભાગીદારઃ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ગુરુવારે ભારતને એક શ્રેષ્ઠ ભાગીદાર ગણાવ્યો અને કહ્યું કે ભારત જેટલું ઈંધણ ખરીદવા માંગે છે, અમેરિકા તે વેચવા માટે તૈયાર છે. પોતાની પ્રથમ ભારત મુલાકાત અંગે તેમણે જણાવ્યું કે આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આનાથી તેમને ક્વાડ  દેશોના મંત્રીઓને મળવાની તક મળશે. રુબિયો 23-26 મે સુધી ભારત મુલાકાતે આવી રહ્યા છે.