દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પંજાબમાં NEETની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓનું બસ ભાડું માફ
દેશમાં NEET 2026 પરીક્ષાનું પેપર લીક થયા બાદ 21 જૂનના રોજ તેની પુન: પરીક્ષા યોજાવાની છે. જેના પગલે પંજાબ સરકારે રાજ્યમાં નીટની પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે 20, 21 અને 22 જૂને પંજાબ રોડવેઝની તમામ બસોનું ભાડું માફ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને તેમના પ્રવેશ કાર્ડ બતાવશે તો તેમની જોડેથી કોઈ ભાડું લેવામાં આવશે નહીં.
પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી મુદ્દે કડક એક્શન, સરહદ પર બીએસએફને સોંપવામાં આવી જમીન
પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારની રચના સાથે જ ગેરકાયદે ઘૂસણખોરી મુદ્દે કડક એક્શન લેવાની શરૂઆત થઇ છે. જે અંગે સીએમ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદ પર વાડ કરવા અને સુરક્ષા માળખા માટે BSFને જમીન સોંપી છે.
કોલકાતામાં વરસાદને લીધે રમત અટકી, મુંબઈના ચાર વિકેટે 57 રન
ઈડન ગાર્ડન્સમાં કોલકાતા સામે મુંબઈએ પ્રથમ બૅટિંગ મળતાં શરૂઆતથી જ ધબડકો જોયો અને આઠમી ઓવરને અંતે વરસાદ પડવાની શરૂઆત થઈ મુંબઈનો સ્કોર ચાર વિકેટે 57 રન હતો. રોહિત શર્મા અને સૂર્યકુમાર બન્ને દિગ્ગજે માત્ર 15-15 રન બનાવીને વિકેટ ગુમાવી અને યોગાનુયોગ બન્નેની વિકેટ લેફ્ટ-આર્મ પેસ બોલર સૌરભ દુબેએ લીધી હતી. એ પહેલાં, રિકલ્ટનને અને નમન ધીરને કૅમેરન ગ્રીને પૅવિલિયનમાં વહેલા પાછા મોકલ્યા હતા. હાર્દિક પંડ્યા સાત રને અને તિલક વર્મા સાત રને દાવમાં હતા.
પહલગામ આતંકી હુમલાની ચાર્જશીટમાં ખુલાસો, સ્થાનિક ગાઈડ બચાવી શકયા હોત 26 લોકોના જીવ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025માં થયેલા આતંકી હુમલા અંગે એનઆઈએની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. જેમાં સ્થાનિક રહેવાસીઓએ આંતકીઓને ખોરાક, આશ્રય અને માહિતી પૂરી પાડી હતી. તેમજ જો સમયસર માહિતી મળી હોત તો 26 નિર્દોષ લોકોના જીવ બચી શક્યા હોત.
ઈડન ગાર્ડન્સમાં ગ્રીનની બોલબાલા, કોલકાતા સામે મુંબઈ મોટી મુસીબતમાં
કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં મુંબઈ ઇન્ડિયન્સને પ્રથમ બૅટિંગ મળી એનો લાભ ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો ન લઈ શક્યા અને જોત જોતામાં ત્રણ વિકેટ પડી ગઈ. મુંબઈના 17મા રન પર રાયન રિકલ્ટન (છ રન) આઉટ થયા બાદ એ જ સ્કોર પર અને એ જ ઓવરમાં નમન ધીર (0)એ વિકેટ ગુમાવી હતી. બન્નેની વિકેટ કોલકાતાના પેસ બોલર કૅમેરન ગ્રીને લીધી હતી. 23મા રન પર રોહિત શર્મા (15 રન)ને પેસ બોલર સૌરભ દુબેએ કૅમેરન ગ્રીનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. પાંચમી ઓવરને અંતે સૂર્યકુમાર અને તિલક વર્મા બૅટિંગમાં હતા અને મુંબઈનો સ્કોર 3/34 હતો.
પીએમ મોદી મેલોની અને મેલોડી વિડીયો બાદ શેરબજારમા ભળતા નામની કંપનીના શેરોની ભારે ખરીદી
પીએમ મોદીએ ઈટલી મુલાકાત દરમિયાન જ્યોર્જિયા મેલોની સાથે એક સેલ્ફી પડાવી હતી અને મેલોડી ટોફી ગિફટમાં આપી હતી. પીએમ મોદીએ મેલોનીને મેલોડી ગિફ્ટ કરતા સોશિયલ મીડિયા પર ટોફી ટ્રેડિંગમાં આવી છે. તેમજ આ અંગેના એક વિડીયો પણ વાઇરલ થયો હતો. જેની બાદ શેરબજારમાં પણ આ કંપનીના નામની ભળતી કંપનીના શેરમાં મોટી ખરીદી જોવા મળી હતી.
દિલ્હી હાઇકોર્ટે આપ નેતાઓ ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવી
દિલ્હી હાઇકોર્ટે એક કેસમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠકને રાહત આપી છે. કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠકને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવા અને પાર્ટીની નોંધણી રદ કરવાની પીઆઈએલ ફગાવી દીધી છે.
કેરલમમાં યુડીએફ સરકારનો મોટો નિર્ણય, વિવાદાસ્પદ સિલ્વરલાઈન પ્રોજેક્ટ રદ
કેરલમમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુડીએફ ગઠબંધનને વિજય મળ્યો છે. તેમજ કોંગ્રેસના નેતા વી.ડી. સતીશને કેરળના નવા મુખ્યમંત્રી બન્યા છે. જેની બાદ તેમના અનેક નિર્ણયો લીધા છે. જેમાં સરકારે રાજ્યમાં સેમી હાઇ સ્પીડ પેસેન્જર રેલવે દોડવવાના સિલ્વરલાઈન પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે.
સાપુતારાના વાતાવરણમાં પલટો
સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો આવતા પ્રવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ડુંગરો પર ધુમ્મસની ચાદર પથરાતાં સમગ્ર વિસ્તાર મિની કાશ્મીર જેવો દેખાઈ રહ્યો છે. ભર ઉનાળામાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને ગરમીથી મોટી રાહત મળી છે. આહલાદક અને મનમોહક વાતાવરણ સર્જાતા પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે.
PM મોદી અને ટ્રમ્પની આવતા મહિને મુલાકાત? 16 મહિના બાદ આ બેઠકમાં મળશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આવતા મહિને મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ (શિખર સંમેલન)માં ભાગ લેવાના છે. 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી આ બેઠક ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીને આ G7 સમિટમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે.