Fri Apr 17 2026

Logo

ગેસ એજન્સીનો ફોન 'બિઝી' આવે છે? ચિંતા છોડો, આ સ્માર્ટ રીતથી સેકન્ડોમાં બુક થશે સિલિન્ડર...

1 month ago
Author: Darshana Visaria
Article Image

વર્તમાન પરિસ્થિતિમાં મિડલ ઈસ્ટમાં સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિની અસર હવે સામાન્ય વ્યક્તિ પર પણ જોવા મળી રહી છે. ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધને કારણે એલપીજી ગેસના પુરવઠા પર પણ અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકો અંધાધૂંધ એલપીજી સિલિન્ડરની બુકિંગ કરાવી રહ્યા છે. પરંતુ ઘણી વખત મોબાઈલ નેટવર્કના પ્રોબ્લેમને કારણે તો ઘણી વખત લાઈન વ્યસ્ત હોવાને કારણે કોલ કનેક્ટ નથી થઈ શકતો. જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે તો આ સ્ટોરીમાં કેટલીક એવી ટિપ્સની મદદથી 

ઘણીવાર એવું બને છે કે ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે જ્યારે આપણે કોલ કરીએ છીએ, ત્યારે કાં તો લાઇન વ્યસ્ત આવે છે કે પછી નેટવર્કની સમસ્યાને કારણે કોલ કનેક્ટ થઈ શકતો નથી. એમાં પણ ખાસ કરીને અત્યારની પરિસ્થિતિમાં અછત અને અફવાઓની વચ્ચે ફોન બુકિંગમાં મુશ્કેલી પડી શકે છે. જો તમે પણ ફોન પર એલપીજી ના બુક કરાવી શકતા હોવ તો તમે અહીં જણાવવામાં આવેલા કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને મિનિટોમાં ગેસ બુક કરાવી શકો છો. 

વોટ્સએપ દ્વારા બુકિંગ 
આજકાલ તમામ મોટી ગેસ કંપનીઓ ગ્રાહકોને વોટ્સએપ બુકિંગની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ રીતે બુકિંગ કરવા માટે તમારે માત્ર કંપનીના ઓફિશિયલ નંબર પર 'REFILL' અથવા 'Hi' લખીને મોકલવાનું હોય છે.
Indane: 7588888824
HP Gas: 9222201122
Bharat Gas: 1800224344

કંપનીની મોબાઈલ એપનો ઉપયોગ
દરેક ગેસ કંપનીની પોતાની સત્તાવાર એપ છે (જેમ કે IndianOil One, HP Pay). આ એપ ડાઉનલોડ કરીને તમે માત્ર એક ક્લિક પર સિલિન્ડર બુક કરી શકો છો. આમાં તમને જૂના બુકિંગનું હિસ્ટ્રી અને સબસિડીનું સ્ટેટસ પણ જોવા મળે છે.

ઓનલાઈન પોર્ટલ કે પછી વેબસાઇટ પર કરી શકાય છે બુકિંગ
તમે તમારી ગેસ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ જેમ કે https://www.google.com/search?q=my.ebharatgas.com અથવા myhpgas.in પર જઈને તમારા કન્ઝ્યુમર આઈડી દ્વારા લોગઈન કરી શકો છો અને ઓનલાઈન ઓર્ડર આપી શકો છો. આ સાઈટ પરથી જ તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો, જેથી ડિલિવરી વખતે કેશ આપવાની ચિંતા ન રહે. 

પેમેન્ટ એપ્સની પણ લઈ શકો છો મદદ
જો તમે નિયમિતપણે ડિજિટલ પેમેન્ટ કરો છો, તો તમે Paytm, Google Pay કે PhonePe દ્વારા પણ 'Book Gas Cylinder' સેક્શનમાં જઈને તમારી એજન્સી અને ગ્રાહક નંબર નાખીને બુકિંગ કરી શકો છો. ઘણીવાર આ એપ્સ પર બુકિંગ કરવાથી કેશબેક ઓફર્સ પણ મળે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમને પણ આની જાણકારી આપો, જેથી તેઓ આ મુસીબતમાં પણ પેનિક થયા વિના સરળતાથી ગેસ બુક કરાવી શકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.