Mon May 25 2026

Logo

શેરડીના રસની ઐસી કી તૈસી કરી નાખી, આ વાઈરલ વીડિયો જોશો તો શેરડીનો રસ પીવાનું બંધ કરી દેશો...

2 weeks ago
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાતજાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં શેરડીનો રસ વેચી રહેલો એક ફેરિયો શેરડીના રસ સાથે એટલું વિચિત્ર કોમ્બિનેશન ટ્રાય કરે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ વીડિયો જોઈને તમે પણ એકદમ ચોંકી ઉઠશો, ચાલો જોઈએ આખરે શું છે ખાસ આ વીડિયોમાં...

સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર ફૂડ એક્સપેરિમેન્ટના વીડિયો વાઈરલ થતા હોય છે, પરંતુ આ વખતે એક વ્યક્તિએ કુદરતી અને તાજા શેરડીના રસ સાથે જે પ્રયોગ કર્યો છે તે જોઈને નેટીઝન્સ માથું પકડી રહ્યા છે. શેરડીના રસમાં આઈસ્ક્રીમના કોન્સ નાખીને શેરડીનો રસ કાઢીને ક્રીમ ડ્રિન્ક બનાવે છે. હાલમાં આ 'અજીબોગરીબ ડ્રિંક' ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની રહ્યો છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે એક જ્યુસ વેચનાર ફેરિયો શેરડીના રસ કાઢવાના મશીનમાં ગિન્નાની સાથે આખેઆખા બે આઈસ્ક્રીમ પણ નાખી દે છે. મશીનમાંથી ગિન્નાનો રસ અને પીગળેલી આઈસ્ક્રીમ એકસાથે નીકળે છે અને એક નવું જ ક્રિમી ડ્રિન્ક તૈયાર થાય છે. આ પ્રયોગ જોઈને ત્યાં ઉભેલા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

મુંબઈ સમાચાર મરાઠીના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયો હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. 

આ સિવાય સોશિયલ મીડિયા પર શેરડીના રસ સાથે જાત જાતના એક્સપરિમેન્ટ કરતો એક બીજો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ફેરિયો શેરડીના સાંઠા સાથે પનીર મટરનું શાક નાખીને પછી રસ કાઢે છે. જોવાની વાત એ છે કે આ વીડિયોમાં એક વ્યક્તિ આ ફ્યુઝન ડ્રિન્ક પીતી પણ દેખાઈ રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયોને લઈને ફૂડ બ્લોગર્સ અને સોશિયલ મીડિયા પર અત્યારે બે પક્ષ પડી ગયા છે. કેટલાક લોકો આને નવી પ્રકારની 'ક્રિએટિવિટી' માની રહ્યા છે અને તેનો સ્વાદ ચાખવા આતુર છે, જ્યારે મોટાભાગના લોકો માને છે કે કુદરતી પીણાંના અસલી સ્વાદ સાથે આવી છેડછાડ ન કરવી જોઈએ.