સહારનપુર: ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં મદરેસામાં એક માસૂમ બાળકને માર મારતો વિડીયો વાઇરલ થયો છે. જેમાં બે શિક્ષકો દ્વારા તેને સોટીથી માર મારવામાં આવી રહ્યો છે. તેમાં એક શિક્ષક બાળકને પકડી રાખે છે જ્યારે બીજો શિક્ષક બાળકના આક્રંદ વચ્ચે સતત તેને માર મારી રહ્યો છે. જોકે, આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. તેમજ બે બે શિક્ષકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકને 42 વખત સોટીથી માર મારવામાં આવ્યો
આ સમગ્ર કેસની વિગતો મુજબ મદરેસામાં શિક્ષકો દ્વારા બાળકને 42 વખત સોટીથી માર મારવામાં આવ્યો છે. જેના લીધે બાળક મોટે મોટેથી ચીસો પાડતો હતો. તેમજ માર નહિ મારવા આજીજી કરી હતી. પરંતુ શિક્ષકોએ તેને નિર્દયતાથી માર માર્યો હતો. જ્યારે ત્રીજી વ્યક્તિ આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્રીજી વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. જે વાઇરલ થયો હતો.
ગંગોહ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી
આ ઘટનાના સંદર્ભમાં ખાનપુર ગુર્જર ગામના કારી સાજીદ હસને ગંગોહ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આસપાસના વિસ્તારના બાળકો મદરેસામાં અભ્યાસ કરવા માટે આવે છે. આ વાઇરલ વીડિયોમાં, મૌલાના જુનૈદ જે તે જ ગામના રહેવાસી છે તે એક બાળકને મારતો જોવા મળે છે. જ્યારે શોએબ તેને પકડી રાખે છે.
🚩Shocking Brutality 🚩
— 2 Foreigners In Bollywood (@2_F_I_B) April 4, 2026
10-yr-old beaten 36x in Saharanpur madrasa—one maulana held legs, other struck viciously
Video viral, UP Police arrested Junaid & Shoaib under POCSO
Demand justice for kids!#Saharanpur #ChildAbuse #UPPolice pic.twitter.com/qnDnTvVfkx
સ્થાનિક પોલીસ એક્શનમાં આવી
જેની બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી. તેમજ મદરેસાના બે શિક્ષકોની ધરપકડ કરીને પૂછતાછ શરૂ કરી છે. તેમજ આ પ્રકારના વિડીયોએ મદરેસામાં બાળકોની સલામતી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. તેમજ હાલ આ મુદ્દો સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.