Fri Apr 17 2026

Logo

નારીશક્તિનું સન્માન: પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતકના નામે ઓળખાશે ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર

1 month ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ કર્યું હતું. તે ઉપરાંત તેમણે નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ તથા હરસ્ટાર્ટના પાંચમાં સંસ્કરણનો શુભારંભ કરાવ્યો હતો. 

મુખ્ય પ્રધાને આ પ્રસંગે કહ્યું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે રિવોલ્યુશન બની ગયું છે. એક દાયકા પહેલા દેશમાં 500થી ઓછા સ્ટાર્ટઅપ હતા તે વધીને હવે અંદાજે 2 લાખ સુધી પહોંચી ગયા છે તેમાં પણ મહિલાશક્તિની અડધોઅડધ ભાગીદારી છે. એટલું જ નહિ, વિમેન-લેડ સ્ટાર્ટઅપ ફંડિંગમાં ભારત અગ્રિમ હરોળમાં આવી ગયુ છે.

તેમણે પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક વિદ્યાગૌરી નિલકંઠના નામ સાથે યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરને જોડીને વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ માટેની ગુજરાત યુનિવર્સિટીની પહેલની પણ સરાહના કરી હતી. આગળ જણાવ્યું હતું કે આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે રૂ. 45 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે તેમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.