Fri Apr 17 2026

Logo

ટીઝર બાદ હવે ટ્રેલર પરનું સસ્પેન્સ ખતમ, રાજા શિવાજીથી રિતેશની ડાયરેક્ટર તરીકે એન્ટ્રી

1 hour ago
Article Image

મુંબઈઃ મરાઠી અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રિતેશ દેશમુખ અત્યારે પોતાની આગામી ફિલ્મ 'રાજા શિવાજી'ને લઈને ભારે ચર્ચામાં છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત આ ફિલ્મનું ટીઝર રીલિઝ થયા બાદથી જ પ્રેક્ષકોમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. હવે ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે આ ફિલ્મનું ટ્રેલર ક્યારે લોન્ચ થશે.બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાજા શિવાજી'નું હાલમાં જ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી.

અભિનયની સાથે ડાયરેક્ટર તરીકે એન્ટ્રી
'રાજા શિવાજી' એ માત્ર એક ફિલ્મ નથી પરંતુ રિતેશ દેશમુખનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે, જેમાં તે અભિનયની સાથે દિગ્દર્શનની કમાન પણ સંભાળી રહ્યો છે.આ ફિલ્મમાં બીજા પણ કેટલાક જાણીતા કલાકારો જોવા મળવના છે. ટીઝર જોઈને દર્શકો ચોંકી ગયા હતા. રાજા શિવાજી ફિલ્મનું ટ્રેલર ક્યારે જોવા મળશે એ સ્પષ્ટ થઈ ગયું છે. આ ફિલ્મનું ટ્રેલર 20મી એપ્રિલના રોજ રીલિઝ થવાનું છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે.સોમવારે આ ફિલ્મને લઈને એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ હાજરી આપે એવી પૂરી શક્યતાઓ છે. રાજા શિવાજીના પાત્રમાં રિતેશ દેશમુખનો એક નવો અવતાર જોવા મળશે. 

ફરીવાર જોવા મળશે મરાઠી સામ્રાજ્ય
રિતેશની સાથે જેનેલિયા દેશમુખ, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, ફરદીન ખાન, મહેશ માંજરેકર, સચિન ખેડેકર, ભાગ્યશ્રી અને બોમન ઈરાની જેવા કલાકારો એક સ્ક્રિન પર જોવા મળશે. અણસાર એવા પણ છે કે, સલમાન ખાન પણ આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે જોવા મળી શકે છે. તારીખ જાહેર થતા બાદ ફેન્સ હવે ફિલ્મ કેવી રહેશે અને ક્યા કિસ્સાઓને આવરી લેવાયા છે એની જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. આ પહેલા શિવાજીના શાસન પર તાન્હાજી જેવી ફિલ્મ આવી ચૂકી છે. એ પછી છાવા પણ મરાઠી સામ્રાજયની ઝલક બતાવતી ફિલ્મ રહી હતી.