Fri Apr 17 2026

Logo

હોળી-ધૂળેટી પર એસ.ટી. નિગમ દોડાવશે ૧૩૦૦ વધારાની બસો, દ્વારકા-ડાકોર માટે ૪૫૦ બસોની ફાળવણી

1 month ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસોનું  સંચાલનનું કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો કરીને કુલ ૧૩૦૦ વધારાની બસો દ્વારા ૭૫૦૦થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. 

આ શહેરોમાં કરાશે વિશેષ સુવિધા

હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જનારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. 

ડાકોર અને દ્વારકા માટે પણ બસો

હોળીના તહેવારમાં ડાકોરમાં ફૂલડોલોત્સવ તથા દ્વારકામાં પણ માં લાખો ભાવિભક્તો દર્શાનાર્થે  જતા હોય છે. ભક્તોને પરીવહનમાં કોઈપણ અગવડ ન પડે તે હેતુથી દ્વારકા અને ડાકોર જનારા દર્શનાર્થીઓ માટે ૪૫૦ બસો દ્વારા ૩૫૦૦ ટ્રીપો ફાળવવામાં આવી છે.

ક્યારથી શરૂ થશે આ બસો

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિશેષ સેવાઓ તા. ૨૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા અને ભીડને ટાળવા માટે નિગમ દ્વારા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો નિગમની વેબસાઈટ www.gsrtc.in અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. તેમજ દરેક ડેપો ખાતેથી પણ આ વધારાની સર્વિસોની માહિતી અને ટિકિટ ઉપલબ્ધ રહેશે.